ટ્રાય ધિસ ફૅન્ટૅસ્ટિક ફૅબ્રિક જ્વેલરી

05 September, 2023 07:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોના, ચાંદી, હીરા અને માણેકની જ્વેલરી તો મોટા ભાગે લગ્ન સમારંભો કે સ્ટેટસ પાર્ટીઓમાં જ પહેરાતી હોય છે, પણ હવેની મૉડર્ન માનુનીઓ સોશ્યલ અને રિલિજિયસ ફંક્શન્સમાં ટ્રેન્ડી થઈ ગઈ છે

ફાઇલ તસવીર

સોના, ચાંદી, હીરા અને માણેકની જ્વેલરી તો મોટા ભાગે લગ્ન સમારંભો કે સ્ટેટસ પાર્ટીઓમાં જ પહેરાતી હોય છે, પણ હવેની મૉડર્ન માનુનીઓ સોશ્યલ અને રિલિજિયસ ફંક્શન્સમાં ટ્રેન્ડી થઈ ગઈ છે. જો તમને કૉસ્ચ્યુમ સાથે કેવું મૅચિંગ કરવું એ આવડી જાય તો કપડાં, છીપલાં, મોતીમાંથી બનેલી આ ફૅબ્રિક જ્વેલરી ચોક્કસ ગમશે

સ્ત્રી અને ઘરેણાં એટલે લૉન્ગ લાસ્ટિંગ લવ સ્ટોરી. દુનિયાભરમાં અનાદિકાળથી સ્ત્રીઓ જુદી-જુદી વસ્તુઓમાંથી શરીરને શણગારવાનાં આભૂષણો બનાવતી રહી છે. સોના, ચાંદી, હીરા, માણેક, મોતીના દાગીના ઉપરાંત જંગલ યુગથી પીંછાં, શંખ–છીંપલાં, બીડ્સ, કોડી, પાંદડાં, ફૂલ વગેરે ઘણી વસ્તુઓથી પોતાને સજાવતી આવી છે. એ જ યુગ ફરીથી પાછો આવી રહ્યો છે. મૉડર્ન ફૅશનમાં હવે કપડાંમાંથી ડિઝાઇન કરેલી ફૅન્સી સેમી પ્રેશિયસ જ્વેલરીના પૉકેટ-ફ્રેન્ડ્લી ઑપ્શન્સ ટ્રેન્ડમાં આવી ગયા છે.

 જ્વેલરી ફૅશન ટ્રેન્ડ બદલાતા રહે છે. અત્યારે કમિંગ અપ ટ્રેન્ડ છે ફૅબ્રિક જ્વેલરી. એક રીતે જોઈએ તો એનો ઉદ્ભવ સસ્ટેનેબલ ફૅશનમાંથી પેદા થયો છે. વધેલા કાપડના ટુકડાઓમાંથી બનાવેલી જ્વેલરીમાં કૉટન, સિલ્ક, વેલ્વેટ એમ કોઈ પણ પ્રકારનું કાપડ વાપરવામાં આવે છે જે પ્લેન અને પ્રિન્ટેડ બંને હોઈ શકે છે. એમાં બીડ્સ, લેસ, મોતી, પેન્ડન્ટ, આભલાં, કોડી, કૉટન થ્રેડ, જૂટ થ્રેડ વગેરે ઘણુંબધું ઍડિશન કરવામાં આવે છે. ફૅબ્રિક જ્વેલરીની ખાસિયત છે કે તે એકદમ આઉટફિટને મૅચિંગ બનાવી શકાય છે. એકદમ યુનિક સ્પેશ્યલ લુક ક્રીએટ કરી શકાય છે. લાકડું, એમડીએફ પ્લાય, પ્લાસ્ટિક પીસ જેવી ચીજોના બેઝ પર કૉટન, સિલ્ક, જૂટ વગેરે મટીરિયલ સ્ટિક કરી એની સાથે બીજા જ્વેલરી પીસ, બીડ્સ, કુંદન, મોતી વગેરે ઍડ કરી બનાવવામાં આવે છે.

ઇમૅજિનેશન અનલિમિટેડ

આ ફૅબ્રિક જ્વેલરી દરેક વ્યક્તિ પોતાના ઇમૅજિનેશન પ્રમાણે જાતે પણ ડિઝાઇન કરી શકે એમ હોવાથી એમાં ઑપ્શન્સ અનલિમિટેડ રહેવાના. તમારા પોતાના ડ્રેસના મૅચિંગ મટીરિયલ અને કોઈ જૂની જ્વેલરીના પીસ કે પછી તમને ગમતા બીડ્સ ઍડ કરી જાતે પણ આ જ્વેલરી પીસ બનાવી શકાય છે. તમે તમારી મમ્મી કે દાદી–નાનીની જ્વેલરીના કોઈ પીસને ફૅબ્રિક જ્વેલરીમાં ઍડ કરી સ્પેશ્યલ મેમરેબલ આઇટમ બનાવી પહેરી શકો છો.

ડેઇલી વેઅર જ્વેલરી તરીકે આજકાલ ફૅબ્રિક જ્વેલરી ટ્રેન્ડમાં છે એવું જણાવતાં જે. ડી. જ્વેલરીનાં ડિઝાઇનર દેવલ દોશી કહે છે, ‘આજના ફૅશન વર્લ્ડમાં બધાને રોજ નવું જ જોઈએ છે અને જ્વેલરી ફીલ્ડમાં નવું કરવાના ઇનોવેશનમાં શરૂ થયો છે ટ્રેન્ડ ફૅબ્રિક જ્વેલરીનો. જ્વેલરી ડિઝાઇનર હોવાને કારણે હું દરેક પ્રકારની જ્વેલરી બનાવું છું. બીડ્સ અને કુંદન મારા ફેવરિટ છે. રાઉન્ડ, સ્ક્વેર, રેક્ટેન્ગલ, ટ્રાયેન્ગલ વગેરે રેડીમેડ શેપ પર ફૅબ્રિક લગાવી એમાં ઍડિશન કરી વિવિધ જ્વેલરી પીસ બનાવવામાં આવે છે. કૉટન, સિલ્ક, વેલ્વેટ વગેરે પ્લેન અને પ્રિન્ટેડ ક્લોથ વાપરવામાં આવે છે. ફૅબ્રિક જ્વેલરીમાં ફિનિશિંગ, કલર કૉમ્બિનેશન, પર્સનલ કસ્ટમાઇઝેશન એને દરેક રીતે યુનિક બનાવે છે.’

ફેસ્ટિવ કલેક્શન

ખાસ ફેસ્ટિવ કલેક્શન, હલ્દી અને બેબી-શાવર માટે સ્પેશ્યલ ડિઝાઇન તૈયાર કરનારાં દેવલ જોશી કહે છે, ‘માત્ર નેકપીસ અને ઇઅર-રિંગ્સ જ નહીં પણ વીંટી, હાથ પહોંચા, બ્રેસલેટ, કડાં, બ્રોચ વગેરે અમે ફૅબ્રિક જ્વેલરીમાં કુંદન, લોરીઅલ્સ બીડ્સ, સિક્કા, કોડી, આભલાં વગેરે ઍડ કરી બનાવીએ છીએ. જ્વેલરી પીસમાં અમે મંડાલા પેઇન્ટિંગ પણ નવું ઍડિશન હવે તો થઈ રહ્યું છે. દરેક પીસ હાથેથી અને ખાસ ચીવટથી બનાવવામાં આવે છે. આ ફૅબ્રિક જ્વેલરી દેખાવમાં હેવી ઍટ્રૅક્ટિવ લુક આપે છે સાથે-સાથે પહેરવામાં લાઇટ વેઇટ અને અફૉર્ડેબલ છે એટલે એની ડિમાન્ડ વધી રહી છે. ડિફરન્ટ અને યુનિક જ્વેલરી પહેરવાની શોખીન દરેક ફીમેલ આ જ્વેલરી પસંદ કરી રહી છે. આઠ-દસ વર્ષની નાની છોકરીઓથી લઈને સિનિયર સિટિઝન લેડીઝ બધાને જ આ જ્વેલરી સારી લાગે છે. બજેટ રેન્જ પણ પૉકેટ-ફ્રેન્ડ્લી છે. ૫૦થી ૩૦૦ સુધી ઇઅર-રિંગ્સ અને ૨૫૦થી ૮૦૦ સુધી ફુલ સેટ મળી જાય.’

શોખથી ફૅબ્રિક જ્વેલરી બનાવવાની શરૂઆત કરનારા, શર આર્ટનાં ડિઝાઇનર શર્વરી સાને માને છે કે ફૅબ્રિક જ્વેલરીની યુનિક ડિઝાઇન અને રીઝનેબલ પ્રાઇસિંગ અને કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ એને ખાસ બનાવે છે. તેઓ કહે છે કે ‘ફૅબ્રિકમાંથી નેકલેસ, ઇઅર-રિંગ્સ, બૅન્ગલ્સ, ચોકર બધું જ બની શકે છે. ઇકત પ્રિન્ટ અને ઑક્સિડાઇઝ્ડ પીસ પર ગોલ્ડ બૉર્ડર અને ગોલ્ડન સિક્કા, ડબલ ફૅબ્રિક કૉમ્બિનેશન જ્વેલરી, કલમકારી પ્રિન્ટ મટીરિયલ, કૉટન ઍન્ડ જૂટ થ્રેડ, બાંધણી મટીરિયલ તમારી પાસે જે હોય એ ચીજોમાંથી ક્રીએટિવિટી અને કલ્પનાના રંગો ઉમેરીને તમે મૅજિકલ ડિઝાઇન તૈયાર કરી શકો છો. ઇન ફૅક્ટ, મેં તો જોયું છે કે ફૅબ્રિક જ્વેલરી ડિઝાઇન કરીને જાતે બનાવવી એ પણ એક સ્ટ્રેસબસ્ટર ઍક્ટિવિટી છે.

કસ્ટમાઇઝ્ડ અને દરેક કસ્ટમરની જરૂરિયાત મુજબ જો ડિઝાઇનર જોઈતી હોય તો એ ૨૫૦થી ૩૦૦ રૂપિયાની રેન્જમાં મળવી શરૂ થાય એમ જણાવતાં શર્વરી કહે છે, ‘અફૉર્ડેબલ પ્રાઇસિંગ હોવાથી એને કોઈ પણ ખરીદી શકે છે. મારા દરેક કસ્ટમર તેમના માટે ડિઝાઇન કરેલી ખાસ કસ્ટમાઇઝ્ડ જ્વેલરી પહેરી સ્પેશ્યલ ફીલ કરે છે.’

fashion life and style fashion news beauty tips columnists