ગુજરાતની નવરાત્રિના મેકઅપમાં શું છે ઇનથિંગ?

29 September, 2019 07:43 AM IST  |  રાજકોટ

ગુજરાતની નવરાત્રિના મેકઅપમાં શું છે ઇનથિંગ?

આ નવરાત્રિ હેલમેટ ટેટૂ છે ઈન.

દરેક નવરાત્રિ પોતાની એક ફૅશન લઈને આવે છે અને આ વખતે આ ફૅશનમાં હેલ્મેટનો ઉમેરો થયો છે. હા, ગુજરાતમાં નવો મોટર વેહિકલ ઍક્ટ અમલમાં મૂકવાનું નક્કી થયા પછી હવે હેલ્મેટ જ્યારે ફરજિયાત થઈ રહી છે ત્યારે છોકરીઓ પીઠ પર હેલ્મેટનાં ટૅટૂ કરાવે છે અને એ ટૅટૂ સાથે હેલ્મેટ પહેરવાના લાભનો મેસેજ પણ લખાવે છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

 હેલ્મેટ ટૅટૂ માટે ઓછામાં ઓછી પાંચ ઇંચની જગ્યા જોઈએ એટલે આ ટૅટૂ પીઠ પર જ શક્ય બને છે. અમદાવાદ, રાજકોટ અને સુરતના ટૅટૂ-આર્ટિસ્ટોના કહેવા મુજબ દરેક ત્રીજી છોકરી હેલ્મેટનું ટૅટૂ અને એનો મેસેજ લખાવે છે. પરિણામે બનશે એવું કે નવરાત્રિ પૂરી થતા સુધીમાં દરેક બીજા છોકરાને હેલ્મેટનો ફાયદો સમજાઈ જશે, જે અમુક અંશે જરૂરી છે.

fashion navratri gujarat rajkot