ઉનાળામાં કૂલ લુક આપતી બ્લૉક પ્રિન્ટ ફૅશનનું કમબૅક

22 May, 2026 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાસ્ટ ફૅશનના જમાનામાં લોકો ફરી એક વાર આરામદાયક અને ઑર્ગેનિક લુક તરફ વળ્યા છે ત્યારે જયપુરી મોટિફ્સથી લઈને મૉડર્ન ફ્લોરલ આર્ટની બ્લૉક પ્રિન્ટ ફૅશનમાં ઇનથિંગ બની રહી છે

રતા સેટ્સમાં બ્લૉક પ્રિન્ટ ટૉપ ટ્રેન્ડ બની ગઈ છે. આ પ્રિન્ટ્સ ટ્રેન્ડી જ નથી પણ કાળઝાળ ગરમીમાં પર્સનાલિટીને સૉફ્ટ, એલિગન્ટ અને કૂલ લુક પણ આપે છે.

ફૅશનની દુનિયામાં જે જૂનું છે એ થોડા સમય પછી નવું બનીને પાછું ફરે છે. છેલ્લા થોડા સમયથી હેવી વર્ક અને ફાસ્ટ ફૅશનના માઇક્રો ટ્રેન્ડ્સ માર્કેટમાં આવ્યા બાદ હવે ફરી એક વાર લોકો કંઈક એવું શોધી રહ્યા છે જે આરામદાયક હોય અને પરંપરાગત પણ. બ્લૉક પ્રિન્ટ એમાંનું એક છે. કુરતા સેટ્સમાં બ્લૉક પ્રિન્ટ ટૉપ ટ્રેન્ડ બની ગઈ છે. આ પ્રિન્ટ્સ ટ્રેન્ડી જ નથી પણ કાળઝાળ ગરમીમાં પર્સનાલિટીને સૉફ્ટ, એલિગન્ટ અને કૂલ લુક પણ આપે છે.

બ્લૉક પ્રિન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ભારતીય કારીગરી અને મૉડર્ન પ્રૅક્ટિકલિટીનું મિશ્રણ છે. એ દેખાવમાં જેટલી સુંદર લાગે છે, પહેરવામાં એટલી જ કમ્ફર્ટેબલ છે. આજે વર્કિંગ વુમનથી લઈને કૉલેજ ગોઇંગ ગર્લ્સ સુધી દરેક પોતાની પર્સનાલિટી અને જરૂરિયાત મુજબ અલગ-અલગ બ્લૉક પ્રિન્ટ્સ પસંદ કરી રહ્યાં છે. તમારી પર્સનાલિટી અને બૉડી-ટાઇપ મુજબ આ ઉનાળામાં કઈ પ્રિન્ટ અને સ્ટાઇલ બેસ્ટ રહેશે એ જાણી લો.

જયપુરી ઇન્ડિગો અને લોટસ પ્રિન્ટ

જેમને થોડો આર્ટિસ્ટિક, ઇન્ડિપેન્ડન્ટ અને બોલ્ડ લુક પસંદ છે તેમના માટે જયપુરી હૅન્ડ-બ્લૉક પ્રિન્ટ્સ, ખાસ કરીને ઇન્ડિગો અને લોટસ મોટિફ્સ સદાબહાર છે. આજકાલ બ્રૉડ નેકલાઇન અને સ્લીવલેસ લૉન્ગ કુરતા આ પ્રિન્ટમાં ખૂબ ઇન છે. વેકેશન પર જવા માટે કે ફ્રેન્ડ્સ સાથે લંચ-ડેટ માટે આ લુક એકદમ રિલૅક્સ્ડ અને કમ્ફર્ટેબલ વાઇબ્સ આપે છે. આ પ્રિન્ટ્સ એટલી રિચ છે કે એની સાથે ઓવર-સ્ટાઇલિંગ કરવાની બિલકુલ જરૂર પડતી નથી. ઑક્સિડાઇઝ્ડ ઇઅર-રિંગ્સ આની સાથે પર્ફેક્ટ મૅચ થાય છે.

ફ્લોરલ બ્લૉક પ્રિન્ટ

જો તમને સિમ્પલ, સોબર અને ક્લાસિક લુક ગમતો હોય તો નાના કે મોટા ફ્લોરલ પ્રિન્ટવાળા કુરતા સેટ્સ તમારા માટે બેસ્ટ છે. પ્યૉર કૉટન ફૅબ્રિક પર બનેલા સ્ટ્રેટ-કટ ફ્લોરલ કુરતા ઑફિસવેઅર, કૅઝ્યુઅલ મીટિંગ્સ કે ડે-આઉટિંગ માટે પર્ફેક્ટ છે. આ ટાઇપની ડિઝાઇન તમારી પર્સનાલિટીને ખૂબ જ ગ્રેસફુલ લુક આપે છે. એને સિલ્વર ઝૂમખાં અને કોલ્હાપુરી ચંપલ સાથે સ્ટાઇલ કરીને એક કૂલ સમર લુક ક્રીએટ કરી શકાય છે.

માઇક્રો પ્રિન્ટ

સફેદ રંગ ઉનાળામાં આંખોને ઠંડક આપે છે. વાઇટ કે ઑફવાઇટ બેઝ પર કરેલી ઝીણી બ્લૉક પ્રિન્ટ અનારકલી કુરતા સેટ્સ પર બહુ સરસ લાગે છે. ઘેરવાળો કટ હોવાને કારણે એ ગરમીમાં પણ કમ્ફર્ટ આપે છે. આવા સેટ સાથે કૉટનનો પ્રિન્ટેડ દુપટ્ટો લુકને વધુ રિચ બનાવે છે. જો તમારે કોઈ ફૅમિલી ગેટ-ટુગેધર કે ઑફિસના કોઈ ફંક્શનમાં જવું હોય તો પર્લ ઇઅર-રિંગ્સ અને સૉફ્ટ મેકઅપ સાથે આ લુક તમને યુનિક બનાવશે. આજકાલ પ્રોફેશનલ સ્પેસમાં પણ બ્લૉક પ્રિન્ટ્સનો દબદબો છે. રેગ્યુલર ફિટિંગના કુરતા-પલાઝો સેટ સાથે કૉન્ટ્રાસ્ટ રંગનો બ્લૉક પ્રિન્ટેડ દુપટ્ટો સ્માર્ટ લુક આપે છે. આ આઉટફિટમાં ઍરફ્લો સારો રહે છે. ઑફિસ-ઇવેન્ટ્સ કે ટ્રાવેલિંગ માટે આ ટાઇમલેસ ચૉઇસ છે.

શા માટે સમર ફૅશનની કિંગ?

બ્લૉક પ્રિન્ટ લોકપ્રિય થવાનું મુખ્ય કારણ એ છે કે એ મોટા ભાગે બ્રીધેબલ ફૅબ્રિક્સ જેવાં કે કૉટન, લિનન કે રેયૉન પર કરવામાં આવે છે. આ પ્રિન્ટ્સ મશીન-પ્રિન્ટની જેમ એકદમ લાઉડ કે ભપકાદાર નથી હોતી, પણ ખૂબ જ નૅચરલ અને ઑર્ગેનિક લાગે છે. આજના સમયમાં જ્યારે ફૅશનવર્લ્ડ સસ્ટેનેબિલિટી અને લોકલ કારીગરીને સપોર્ટ કરી રહ્યું છે ત્યારે બ્લૉક પ્રિન્ટ એના તમામ માપદંડો પર ખરી ઊતરે છે.

fashion news fashion exclusive gujarati mid day