Navratri 2019: આ નવરાત્રી પર બોલીવુડ દિવાઝ પાસેથી લો મેકઅપ ટિપ્સ!

01 October, 2019 10:41 AM IST  |  મુંબઈ

Navratri 2019: આ નવરાત્રી પર બોલીવુડ દિવાઝ પાસેથી લો મેકઅપ ટિપ્સ!

નવરાત્રી પર સોનમ અને દીપિકા પાસેથી લો સ્ટાઈટ ટિપ્સ

કોઈ તહેવાર કે લગ્ન સમયે તૈયાર થવા સમયે શું તમે મેકઅપને લઈને પરેશાન થઈ જાવ છો? પરંતુ તમારે કન્ફ્યૂઝ થવાની જરૂર નથી. તમે બોલીવુડની ટોપ એક્ટ્રેસિસ પાસેથી મેકઅપ માટે પ્રેરણા લઈ શકો છે.

દીપિકા પાદુકોણ
પિંક સાડીમાં દીપિકા એલિગન્ટ લાગી રહી છે. આ લુક માટે તેણે વિંગ્ડ આઈઝ, ન્યૂડ લિપ્સ અને હાઈલાઈટેડ ચિક્સ પસંદ કર્યા છે. સાથે તમે જડતર કે મોતીની એસેસરીઝ પહેરી શકો છો.


કૃતિ સેનન
રોઝ ગોલ્ડ આઈ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિકમાં કૃતિ સિમ્પલ બટ સોબર લાગી રહી છે. સાથે તમે હેવી ઈંયરરિંગ્સ, ગજરો પણ કૅરી કરી શકો છો.


સોનમ કપૂર
બોલીવુડની ફેશન દિવાઝમાંથી એક છે સોનમ કપૂર. બ્રાઈટ બ્લ્યૂ લહેંગા સાથે સોનમે ડાર્ક બ્લૂ સ્મોકી આઈઝ અને પાઉડર પિંક લિપ્સનો સહારો લીધો છે. સાથે એક નાનકડી બિંદી અને ટાઈટ બન, થઈ ગયો લૂક કમ્પલીટ.


માધુરી દિક્ષિત
જો તમે આ ફેસ્ટિવલમાં લાલ સાડી કે ચોલી પહેરવાનું વિચારતા હો તો તમે લાલ લિપસ્ટિક સાથે આવા સિમ્પલ લૂકને કૅરી કરી શકો છો.


જાહ્નવી કપૂર
વ્હાઈટ સાડી સાથે જાહ્નવી કપૂરે સિમ્પલ લૂક રાખ્યો છે. સાથે માત્ર કાજલ અને હળવી લિપસ્ટિક.

 

આ પણ જુઓઃ શું તમને ખબરે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?

navratri deepika padukone sonam kapoor kriti sanon