તમારી નૅચરલ બ્યુટીને આ રીતે સેલિબ્રેટ કરી શકો?

02 May, 2019 01:51 PM IST  |  મુંબઈ | લેડીઝ સ્પેશ્યલ

તમારી નૅચરલ બ્યુટીને આ રીતે સેલિબ્રેટ કરી શકો?

કુદરતે તમને આપેલા સૌંદર્ય પર ગર્વ હોવો જોઈએ

તમારા ચહેરા પર ખૂબ ખીલ નીકળ્યા હોય, ચહેરા અથવા શરીર પર ડાઘ-ધબ્બા હોય કે માતા બન્યા પછીના સ્ટ્રેચમાર્ક દેખાતા હોય એવા ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરવાનું વિચારી શકો ખરાં? મોટા ભાગની મહિલાઓનો જવાબ ના જ હશે. અરે શરીર પર રુવાંટીવાળા ફોટાઓ શૅર કરવાની હિંમત પણ બહુ ઓછી મહિલાઓમાં હશે. આપણે સ્ત્રીઓને રૂપાળી ઢીંગલી તરીકે જ જોવા ટેવાયેલા છીએ અને સ્ત્રીઓ પોતે પણ એવું જ માને છે, પરંતુ હમણાં થોડા દિવસથી સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આર્મપીટ હેર સાથેના વીમેનના ફોટાગ્રાફ્સે લોકોમાં કુતૂહલતા જગાવી છે. સ્ત્રીઓ હવે પોતાની નૅચરલ બ્યુટીને સેલિબ્રેટ કરવા લાગી છે.

જાહેરમાં પ્યુબિક હેર બતાવનારી આ મહિલાઓનું કહેવું છે કે સૌંદર્ય માટેનાં કોઈ ચોક્ક્સ ધારાધોરણ ન હોવાં જોઈએ. કુદરતે તમને આપેલા સૌંદર્ય પર ગર્વ હોવો જોઈએ. મહિલા સશક્તીકરણના યુગમાં માત્ર શારીરિક સુંદરતાને મહત્વ આપવાની આવશ્યકતા નથી. તમે બગલમાં વાળનો જથ્થો લઈને ફરતાં હો એનાથી શું ફરક પડે છે? બગલના વાળ સાથેના ફોટા શૅર કરનારી મહિલાઓને તેમના પુરુષ સાથીનો પણ પૂરો સર્પોટ મળી રહ્યો છે.

આ પણ વાંચો : શ્લોકા મેહતા અંબાણીની ફ્લોરલ ડ્રેસથી મેળવો ફેશનની ટીપ્સ

લંડનના ૩૭ વર્ષીય ફોટોગ્રાફર બેન હૂપરે છેલ્લાં બે વર્ષમાં અનેક મહિલાઓની નૅચરલ બ્યુટીને પોતાના કૅમેરામાં કેદ કરી છે. શરીરના વાળ સાથે પણ મહિલાઓ સુંદર દેખાય છે એવું દર્શાવવાના હેતુથી હૂપરે અન્ડરઆર્મ અને પ્યુબિક હૅરવાળા ફોટોગ્રાફસને પોતાના સ્ટુડિયોમાં સજાવીને રાખ્યા છે. તેનું કહેવું છે કે બ્યુટી વર્લ્ડમાં પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે કંપનીઓએ મહિલાઓને હેર રિમૂવલ માટે ઉશ્કેરી હતી, પરંતુ મહિલાઓએ હવે એમાંથી બહાર નીકળી પોતાની નૅચરલ બ્યુટીને ગૌરવભેર સ્વીકારવાનો સમય પાકી ગયો છે.

fashion