શ્લોકા મેહતા અંબાણીની ફ્લોરલ ડ્રેસથી મેળવો ફેશનની ટીપ્સ

Apr 30, 2019, 14:20 IST

આકાશ અંબાણીએ શ્લોકા મેહતાને પોતાની સ્કૂલના છેલ્લા દિવસે પ્રપોઝ કર્યું અને તે જ થયું જે થવાનું હતું. શ્લોકાએ આકાશને હા કહી દીધું.

શ્લોકા મેહતા અંબાણીની ફ્લોરલ ડ્રેસથી મેળવો ફેશનની ટીપ્સ
શ્લોકા મેહતા અંબાણી

મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મેહતા સાથે લગ્નને એક મહિનો થઈ ગયો છે, પણ આ સેલિબ્રિટી કપલની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી હોય છે. તેમની જ્વેલરી, ફેશનના અંદાઝથી લઇને દરેક નાની વાત પર ચાહકોની નજર રહેલી હોય છે. જ્યારે તેમની ગ્રાન્ડ વેડિંગ થઇ હતી, ત્યારે તેમના વેડિંગ લૂક્સ લઇને જ્વેલરી સુધી દરેક બાબત પર મીડિયામાં ઘણા સમાચારો આવ્યા હતા. આ જોડાંની રોમેન્ટિક તસવીરો ખાસ તો, આકાશ અંબાણીના શ્લોકાને જોઇને સ્માઇલ આપતો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. એક મહિના પછી પણ ચાહકોના મનમાં તેમને જોવાનો લ્હાવો લેવાનો ક્રેઝ ઘટ્યો નથી. તાજેતરમાં શ્લોકાનો નવો લૂક વાયરલ થઇ રહ્યો છે જેમાં શ્લોકા મેહતા સમર સીઝન માટેના પર્ફેક્ટ ડ્રેસિઝમાં જોવા મળે છે.

Shloka Mehta Ambani

શ્લોકા મેહતાએ વ્હાઇટ રફલ સ્લીવ્ડ ટૉપ સાથએ એન્કલ લેન્ગ્થની ફ્લોરલ પ્રિન્ટેડ પ્લાઝો પેન્ટની પેરિંગ કરી છે. જેની સાથે શ્લોકાએ ક્રિસ ક્રોસ ફુટનેર અને સ્લિંગ બૅગ કેરી કરી છે. જે તેના લૂક્સને કોમ્પ્લીમેન્ટ કરે છે. સાથે જ તેણે પોતાના વાળ ખુલ્લાં મૂક્યા છે. તેના પર ખૂબ જ શોભી રહ્યા છે.

Shloka Mehta Ambani

 

તમને યાદ હોય તો થોડાંક દિવસ પહેલા શ્લોકાની વધુ એક તસવીર વાયરલ થઇ હતી, જેમાં શ્લોકા ઘરનાં જ કોઇક ફંકશન માટે તૈયાર થયેલી જોવા મળી હતી. આ તસવીરમાં શ્લોકાએ એક બૅઝ કલર્ડ લહેંગો પહેર્યો હતો, જેના પર પિન્ક કલરના ફ્લાવરની પ્રિન્ટ દેખાતી હતી. આની સાથે જ તેણે સ્લીવલે અને એમ્બ્રોઇડરીવાળી ચોલી પહેરી હતી. શ્લોકાને લૂકમાં કમ્પલીટ કોમ્પ્લીમેન્ટ કરવા માટે ડાયમંડ જ્વેલરી પહેરી હતી. દરમિયાન તે મીનિમલ મેકઅપમાં જોવા મળી હતી.

આ પણ વાંચો : નેઇલ આર્ટ પછી હવે આવ્યો લિપ આર્ટનો ટ્રેન્ડ

ઉલ્લેખનીય છે કે આકાશ અંબાણીએ શ્લોકા મેહતાને પોતાની સ્કૂલના છેલ્લા દિવસે પ્રપોઝ કર્યું અને તે જ થયું જે થવાનું હતું. શ્લોકાએ આકાશને હા કહી દીધું. શ્લોકા અને આકાશ બન્નેએ આ વાતની જાણ પોતપોતાના પરિવારને કરી. જો કે પરિવારવાળાએ આ વાત સંતાડીને રાખવાની સલાહ આપી જેનાથી વિનાકારણ લોકોનું ધ્યાન ન જાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK