જેના પ્રાણ જતા રહ્યા છે કે જતા રહેવાના છે તેમના માટે જ્ઞાની શોક કરતા નથી

23 April, 2025 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘અ’કાર ભગવાનનું રૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે અક્ષરોમાં ‘અ’કાર હું છું અને તેથી ‘અ’કારથી આરંભ કર્યો છે. એટલે ગીતાનો આરંભ અહીંથી થયો છે.

પ્રતીકાત્મક તસવીર

શ્રીમદ ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં અગ‌િયારમો શ્લોક છે...

અશોચ્યાનન્વશોચત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે

ગતાસૂનગતાસૂંશ્વ નાનુશોચન્તિ પંડિતાઃ

‘અ’કાર ભગવાનનું રૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે અક્ષરોમાં ‘અ’કાર હું છું અને તેથી ‘અ’કારથી આરંભ કર્યો છે. એટલે ગીતાનો આરંભ અહીંથી થયો છે.

 ‘અશોચ્યાનન્વશોચ’ - શોક નહીં કરવાનો. તું શોક કરે છે અને ‘પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે’ એટલે કે પંડિતોની ભાષા બોલે છે, જ્ઞાનીઓની ભાષા બોલે છે; પણ અર્જુન! જેના પ્રાણ જતા રહે છે અથવા જેના પ્રાણ હજી જતા રહ્યા નથી અર્થાત્ જે મરી ગયેલા છે અને જે મરી જવાના છે એનો પંડિતો શોક કરતા નથી.

પંડિત કોને કહેવાય? જેની બુદ્ધિ પ્રજ્ઞા થઈ ગઈ છે, બુદ્ધિમાં સદ્-અસસ્તુનો વિવેક થયો છે. પ્રજ્ઞા-વિવેકાધિષ્ઠ, બુદ્ધિને પ્રજ્ઞા કહે છે. જેનામાં જ્ઞાન પ્રકાશિત થયું છે, જેનામાં એવી ‘પ્રજ્ઞાપ્રજ્ઞાવાદાંથ ભાષસે’ - શોક ન કરવા યોગ્યનો તું શોક કરે છે અને પંડિતોની ભાષા બોલે છે, પણ જ્ઞાનીઓ એ છે જે ગયેલાઓનો કે જવાના છે તેમનો શોક નથી કરતા.

આ સંસાર અને સંસારથી સંબંધિત શરીર, પ્રાણીઓ અને પદાર્થો કોઈ પણ નિત્ય નથી. આ સંસાર પરિવર્તનશીલ છે. જે જાય છે તે આવે છે એટલે અર્જુન, પંડિતો શોક નથી કરતા.

ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપા:

ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્

શ્રીમદ ભગવદ્ગીતાના બીજા અધ્યાયનો આ બારમો શ્લોક છે.

હું ને તું આ કાળમાં છીએ અને અગાઉ નહોતા એવું પણ નહોતું. પહલે તૂ નહીં થા, યહ રાજાલોગ નહીં થે, મૈં નહીં થા, ઐસા નહીં હૈ તો સાથ હી સાથ, આજ હમ હૈં તો હમેશા કે લિએ રહેંગે ઐસા ભી નહીં હૈ...

શરીરને અને સંસારને સંબંધ છે એટલા માટે એ નિત્ય નથી. એટલા માટે શરીરની અંદર જે રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા આવે ને જાય એવી જ રીતે આત્મા આ શરીરમાં આવે છે ને જાય છે. ઇસલિએ જો ધીર પુરુષ હૈ, ‘ધીરસ્તત્ર ન મુહ્યતિ’ – જે ધીર પુરુષ છે તે એમાં મોહિત થતો નથી. આ વાત આજે પણ સૌકોઈએ યાદ રાખવાની છે, કારણ કે આત્મા આ શરીરમાં આવે છે ને જાય છે. એ એનો ક્રમ છે.

-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

culture news religion hinduism life and style columnists gujarati mid-day mumbai