૫૦૦ વર્ષ જૂના શિવમંદિરમાં તાળું બાંધીને મન્નત માગો મનોકામના પૂરી થાય એટલે ખોલીને લઈ જાઓ

15 February, 2026 08:31 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ખાસ કરીને મહાશિવરા‌ત્રિ નિમિત્તે મનોકામના માગવા માટે ભક્તોની ભીડ જામે છે. અહીં માનતા માગવા માટે તાળું લગાવવાની પરંપરા છે.  

નાગેશ્વરનાથ મંદિર

પ્રયાગરાજમાં આવેલા ૫૦૦ વર્ષ જૂના નાગેશ્વરનાથ મંદિરમાં ભગવાન શિવ મનોકામનાપૂર્તિનું પ્રતીક ગણાય છે. અહીં ખાસ કરીને મહાશિવરા‌ત્રિ નિમિત્તે મનોકામના માગવા માટે ભક્તોની ભીડ જામે છે. અહીં માનતા માગવા માટે તાળું લગાવવાની પરંપરા છે.  

પૅરિસ, જર્મની, કોરિયામાં લૉક બ્રિજની ફૅશન શરૂ થઈ એના અનેક વર્ષો પહેલાં પ્રયાગરાજના એક નાનકડા મંદિરમાં તાળું લગાવવાની પરંપરા હતી. આ મંદિરમાં લોકો માનતા રાખવા માટે તાળું બાંધે છે અને જ્યારે તેમની માનતા પૂરી થઈ જાય ત્યારે એ તાળું ખોલવા માટે પાછા પણ આવે છે. શ્રદ્ધાળુઓ તાળું ઓળખી શકાય એ માટે પોતાનું નામ કે કોઈ ખાસ સાઇન એના પર કોતરી દે છે. એવી માન્યતા છે કે તાળું લગાવવાથી ભગવાન શિવ તેમના ભાગ્યને કેદ કરી લે છે. 

lifestyle news life and style culture news prayagraj uttar pradesh india mahashivratri