જુઓ ગુજરાતની આ જગ્યાની મુલાકાત લેવા આખી દુનિયામાંથી લોકો આવે છે

08 May, 2019 03:07 PM IST  |  ગુજરાત

જુઓ ગુજરાતની આ જગ્યાની મુલાકાત લેવા આખી દુનિયામાંથી લોકો આવે છે

ગુજરાતની સુંદર જગ્યાઓ

શિલ્પ સ્થાપત્યોની વાત આવે તો કદાચ ગુજરાત સૌથી સમૃદ્ધ રાજ્ય છે. અહીં વિશ્વના સૌથી પ્રાચીન શિલ્પ સ્થાપત્યો આવેલા છે જે આજની તારીખે મુગ્ધ કરી શકે તેમ છે. આ સ્થાપત્યો ગુજરાતને ખજાનો અને ભવ્ય વારસો છે. આખી દુનિયામાંથી કળા રસિકો આ જગ્યાઓની મુલાકાત લેવા આવે છે. એક ગુજરાતી તરીકે તમને આ સ્થળોની જાણ અને અનુભવ હોવો જોઈએ. 

સૂર્ય મંદિર મોઢેરા

આ સૂર્ય મંદિર સૂર્યદેવને અર્પિત કરે છે.ગુજરાતના મહેસાણા જિલ્લામાં અમુક અદ્ભુત શિલ્પ સ્થાપત્યો આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમાંથી એક છે. પુષ્પાવતી નદીના કાંઠે પથરાયેલા આ મંદિરની સુંદરતા ભવ્યછે. અહીંયા હવે કોઈ પૂજાપાઠનથી થતા અને પુરાતત્વ ખાતુ આ જગ્યાની દેખરેખ રાખે છે. આ મંદિરમા ચૌલક્ય શૈલીથી કારીગરી કરવામાં આવી છે. દીવાલ પરની બારીક કારીગરી પરથી તમે નજર હટાવી શકો નહીં. તેમાં પાણીના સંગ્રહ માટે એક કુંડ પણ આવેલો છે જેને વાવની જેમ બનાવવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં અહીં ત્રણ દિવસના ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તસવીર સૌજન્ય - યૂ-ટ્યૂબ

મહાબત મકબરા જૂનાગઢ

જૂનાગઢમાં આવેલા મહાબત મકબરાના આગ્રાના તાજમહેલ સાથે પણ થાય છે. આના પરથી જ કલ્પના કરો કે આ સ્થળ કેટલું સુંદર હશે. આ મકબરો નવાબ મહાબત ખાને બંધાવ્યો હતો. તેનું બાંધકામ 1851થી 1882 દરમિયાન થયું હતું. તે બહાદુદ્દીનભાઈ હસૈનભાઈનો મકબરો છે. તેની આસપાસ પણ સુંદર મકબરા આવેલા છે. તસવીર સૌજન્ય - યૂ-ટ્યૂબ

જામા મસ્જિદ અમદાવાદ

અમદાવાદની જામા મસ્જિદ અહેમદ શાાહે 1424માં બનાવી હતી. શિલ્પ સ્થાપત્યમાં રસ ધરાવનારા લોકોમાં આ મસ્જિદ ખૂબ જ પ્રચલિત છે. એ સમયે આ મસ્જિદ સમગ્ર વિસ્તારમાં સૌથી મોચી મસ્જિદ હતી. તેમાં દીવાલ કોતરણી કરીને સુંદર કામ કરવામાં આવ્યું છે. પીળા પથ્થરથી બનેલી આ મસ્જિદમાં વિશાળ હૉલ આવેલો છે આ હૉલમાં શિયાળામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. મુખ્ય પ્રાર્થના રૂમ મસ્જિદની અંદર છે. મસ્જિદમાં 260 જેટલા પિલર્સ મસ્જિદની છતને ટેકો આપે છે. જોવામાં આ દૃશ્ય અદ્ભુત અને સુંદર લાગે છે.

સિદી સૈયદની જાળી અમદાવાદ

અમદાવાદની વચ્ચોવચ આવેલી સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ગઈ છે. આ જાળીની બારીમાં કરેલી બારીક કોતરણી માટે તે ઘણી ફૅમસ છે અને લોકોને આકર્ષણ બનાવે છે. તેની જાળી પરની ડિઝાઈન આઈઆઈએમ અમદાવાદનો લોગો બની ચૂકી છે. આ ડિઝાઈનને તમે અમદાવાદનો સિમ્બોલ કહો તો પણ અતિશયોક્તિ નથી.

ધોળાવીરા

ઈતિહાસ અને આર્કિટેક્ચરના શોખીનો ધોળાવીરાની મુલાકાત અવશ્ય લે છે. તે સિંધુ સંસ્કૃતિની ભવ્યતાનું પ્રતીક છે. એક સમયે ધોળાવીરા પશ્ચિમ ગુજરાતમાં વસેલુ સૌથી ભવ્ય શહેર છે. તે આખા દુનિયામાં આવેલી પાંચ સૌથી મોટી હડપ્પન સાઈટ્સમાંની એક છે. ડિસેમ્બરમાં આ સ્થળની મુલાકાત લેવાની મજા આપશે. કચ્છના રણોત્સવમાં જાઓ ત્યારે ધોળાવીરની મુલાકાત જરૂર લેજો.

સરખેજ રોજા અમદાવાદ

અમદાવાદથી 7 કિલોમીટર ડ્રાઈવ પર તમે મકબરા નામના ગામમાં પહોંચશો. અહીં ખૂબ સુંદર સુફી સાઈટ આવેલી છે. એક સમયે સંત શેખ અહેમદ ગંજ બક્ષ અહીંયા રહેતા હતા. બે પર્શિયન ભાઈઓ આઝમ ખાન અને મુઆઝમ ખાને આ ડિઝાઈન તૈયાર કરી હતી. તેમાં હિન્દુ અને ઈસ્લામ કળાસંસ્કૃતિની સંસ્કૃતિ જોવા મળે છે.

આ પણ વાંચો : ગુજરાતનો આ સૌથી રમણીય દરિયો, ગોવા-દમણને પણ ભૂલી જશો

અમદાવાદની મુલાકાતે આવનારા પ્રવાસીઓએ આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ.

Places to visit in gujarat gujarat ahmedabad