ગુજરાતી લોકસંગીતનો રંગ છવાયો: NH7 વીકેન્ડરમાં આદિત્ય ગઢવીનો ધમાકેદાર પરફોર્મન્સ

15 March, 2026 07:41 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

NH7 Weekender Pune: પુણેમાં યોજાયેલા સંગીત મહોત્સવ ICONiQ White NH7 Weekenderના બીજા દિવસે સંગીતપ્રેમીઓ માટે યાદગાર સાંજ બની. મહાલક્ષ્મી લૉન્સ ખાતે યોજાયેલા આ ફેસ્ટિવલમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.

NH7 વીકેન્ડર

પુણેમાં યોજાયેલા સંગીત મહોત્સવ ICONiQ White NH7 Weekenderના બીજા દિવસે સંગીતપ્રેમીઓ માટે યાદગાર સાંજ બની. મહાલક્ષ્મી લૉન્સ ખાતે યોજાયેલા આ ફેસ્ટિવલમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. સંગીત, કોમેડી અને સાંસ્કૃતિક કાર્યક્રમોના મિશ્રણ સાથે દિવસભર દર્શકોને મનોરંજનનો ભરપૂર અનુભવ મળ્યો.

દિવસનું સૌથી મોટું આકર્ષણ ગાયક કિંગનું પ્રદર્શન હતું. તેના પ્રદર્શન દરમિયાન મોટી ભીડ એકઠી થઈ હતી. હજારો ચાહકો `માન મેરી જાન` અને `તુ આકે દેખલે` જેવા લોકપ્રિય ગીતો પર ગાતા જોવા મળ્યા, જેનાથી સમગ્ર મેદાન સંગીતમય માહોલમાં ફેરવાઈ ગયું.

પર્ફોર્મન્સ પછી, કિંગે કહ્યું, "એક એવી ભીડ સામે ગાવું હંમેશા ખાસ હોય છે જે દરેક ગીતના શબ્દો જાણે છે. પુણેના પ્રેક્ષકોની ઉર્જા અદ્ભુત છે. મારી સાથે હજારો લોકો ગાતા હતા, તે અનુભવ એવો છે જે હું ક્યારેય ભૂલીશ નહીં. છેલ્લા 15 વર્ષથી, NH7 વીકેન્ડર ભારતીય સંગીત ઉત્સવોની ઓળખ બની ગયું છે અને અહીં પર્ફોર્મન્સ આપવું મારા માટે એક ખાસ યાદ રહેશે."

આ સાંજમાં અન્ય કલાકારોના અભિનયથી પણ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. ગુજરાતી લોકસંગીતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીએ પોતાના લોક-પ્રેરિત સંગીતથી મહોત્સવને એક ખાસ સાંસ્કૃતિક રંગથી ભરી દીધો. તેમના અભિનયને પણ શ્રોતાઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ ગાયક-ગીતકાર આદિત્ય રિખારીએ પોતાના લોકપ્રિય ગીતો દ્વારા ઇન્ડી સંગીતનું વાતાવરણ ઊભું કર્યું.

આ ઉપરાંત ફ્યુઝન બેન્ડ Indian Oceanએ પણ પોતાના અનોખા રૉક, લોકસંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના મિશ્રણથી દર્શકોને જીવંત સંગીતનો યાદગાર અનુભવ કરાવ્યો.

ફેસ્ટિવલના બીજા દિવસે ભારતના ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક સીનના નવા કલાકારોને પણ મંચ મળ્યો. Divyam અને Khwaabની જોડી તેમજ Shriya Raoએ પણ પોતાની પર્ફોર્મન્સથી નવા શ્રોતાઓનું ધ્યાન ખેંચ્યું.

આ સિવાય Bharat Chauhan, Garvit, Hargun Kaur, Naalayak, Priyansh, Paritosh Pande અને Shanka Tribe જેવા કલાકારોએ ભારતના વિકસતા ઇન્ડી મ્યુઝિક સીનની વિવિધતા દર્શાવી.

સંગીત સાથે કોમેડી શો પણ ફેસ્ટિવલનો મહત્વનો ભાગ બન્યો. સ્ટેન્ડ-અપ કોમેડિયન Daahab Chishti, Fatima Ayesha, Rajat Sood, Sonali Thakker અને Sumaira Shaikhએ પોતાના અનોખા હાસ્યથી દર્શકોને મનોરંજન આપ્યું.

ઇન્ટરએક્ટિવ કોમેડી સેગમેન્ટ પણ ખાસ આકર્ષણ બન્યું. Kumar Varunનું ‘Kvizzing’ સેગમેન્ટ, જેમાં Rahul Subramanian સામેલ રહ્યા, તેમાં કોમેડી સાથે ટ્રિવિયાનો મિશ્રણ જોવા મળ્યું. જ્યારે Madhur Virli અને Chirag Panjwaniનું ‘Madhur Model’ સેગમેન્ટ પણ દર્શકોને ખુબ પસંદ પડ્યું.

ફેસ્ટિવલના મ્યુઝિક અને કોમેડી સ્ટેજ ઉપરાંત ફૂડ એરિના, એક્ટિવિટી ઝોન અને વિવિધ બ્રાન્ડ એક્સપિરિયન્સ ઝોનમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉત્સાહી ભીડ અને જીવંત વાતાવરણ સાથે Day 2એ આખા વીકએન્ડની ઉત્સુકતા વધુ વધારી દીધી.

ICONiQ White NH7 Weekenderને NODWIN Gaming દ્વારા Zee Live સાથે મળીને આયોજિત કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી આ ફેસ્ટિવલ ભારતના સૌથી લોકપ્રિય મલ્ટી-જાનર મ્યુઝિક ફેસ્ટિવલોમાંનું એક ગણાય છે.

ફેસ્ટિવલના ત્રીજા દિવસ માટેની ટિકિટ્સ District by Zomato એપ પર ઉપલબ્ધ છે. ફેસ્ટિવલ NODWINનું IP છે, જેનું ક્યુરેશન Big Bad Wolf દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે Exceed Entertainment રેવન્યુ પાર્ટનર અને EVA Live ઇવેન્ટ પાર્ટનર તરીકે જોડાયેલા છે.

aditya gadhvi gujarati community news gujaratis of mumbai pune news pune entertainment news