નવરાત્રિ 2019:આ છે ટોપ 10 ગરબા જેના વગર નવરાત્રિ છે અધૂરી

19 September, 2019 10:43 AM IST  |  અમદાવાદ

નવરાત્રિ 2019:આ છે ટોપ 10 ગરબા જેના વગર નવરાત્રિ છે અધૂરી

નવરાત્રિ એ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ છે. એમાંય ગુજરાતીઓ માટે તો આ પર્વ છે ઉત્સાહનો, આનંદનો અને તમામ દુઃખ ભૂલીને ગરબા રમવાનો. એક વખત ગરબા ચાલુ થાય પછી ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જેના પગ અટકી જાય. વચ્ચે માતાજીની સ્થાપના હોય અને આસપાસ ગોળ ઘૂમીને ગરબા સાથે માતાજીની આરાધના થાય. જો કે હવે ગરબામાં પણ ડીજે કલ્ચર અને બોલીવુડ ગીતો ઘૂસી રહ્યા છે. પરંતુ હજીય કેટલાક ગરબા એવા છે. જે સાંભળતા જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમવા તૈયાર થઈ જાય છે. તો આ રહ્યું એવા ટોપ 10 ગરબાનું લિસ્ટ, જે આ નવરાત્રિમાં પણ તમને કરાવશે મોજ.

તારા વિના શ્યામ મને એકલડું લાગે

કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના

પંખીડા તુ ઉડીને જાજે પાવાગઢ રે 

રમતો ભમતો જાય 

એકવાર બોલું

આવો તો રમવાને 

ઓઢણી ઓઢું ઓઢુને ઉડી જાય

કેસરિયા રંગ તને લાગ્યો લ્યા ગરબા 

મહેંદી તે વાવી માળવે

gujarat navratri news culture news