ગુજરાત: શું તમે 111 વર્ષ જૂનો શોપિંગ મૉલ જોયો, ભાડું ફક્ત 70 રૂપિયા

23 June, 2019 01:27 PM IST  |  ગુજરાત | શીતલ પટેલ

ગુજરાત: શું તમે 111 વર્ષ જૂનો શોપિંગ મૉલ જોયો, ભાડું ફક્ત 70 રૂપિયા

ખારાઘોડા શોપિંગ મૉલ

ચલો બતાવો મૉલ કોને કહેવાય છે, એવી જગ્યાને જ્યા જરૂરિયાતનો દરેક સામાન મળે છે. તો ગુજરાતના ખારાઘોડા ગામમાં 111 વર્ષ જૂનો મૉલ છે જે બજારની જેમ જ લાગે છે. ત્યાં આવશ્યકતાની દરેક નાની મોટી વસ્તુઓ ઉપલબ્ધ છે. આજે મોટા શહેરોમાં ઠેર ઠેર મોટા શોપિંગ મોલ જોવા મળી રહ્યાં છે. જેમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સાથે ગ્રાહકોને મનોરંજન પણ મળી રહે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ભારતનો સૌ પ્રથમ શોપિંગ મોલ અંગ્રેજોએ વર્ષ 1905માં ગુજરાતમાં ખારાઘોડામાં બનાવ્યો હતો. આ ઐતિહાસીક મોલની 10 દુકાનો છેલ્લા 114 વર્ષથી ખારાઘોડામાં આજે પણ ધમધોકાર ચાલે છે.

શોપિંગ મોલ એ આધુનિક લાઇફ સ્ટાઈલનો એક ભાગ બની ગયો છે. ભારતનો સૌ પ્રથમ શોપિંગ મોલ સને 1905માં બ્રિટિશ ગવર્નમેન્ટ હસ્તે ચાલતી હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા નવાગામ ખાતે બનાવાયો હતો જેની દર વર્ષે દેશ અને વિદેશના અનેક પ્રવાસીઓ આ ઐતિહાસીક મોલની મુલાકાત અવશ્ય લે છે. આટલો જૂનો મૉલ છે પણ આજે પણ લોકોની ચહેલ પહેલ ચાલતી હોય છે. ખારાઘોડાનો આ શોપિંગ મોલ છેલ્લા 114 વર્ષથી આજે પણ અડીખમ રીતે ધમધમી રહ્યો છે. આ શોપિંગ મોલમાં આવેલી 10 ઊંચા ઓટલાવાળી દુકાનો વ્યવસ્થિત રીતે બનાવાઈ હોવાથી આજે પણ બિઝનેસ સારો થઈ રહ્યો છે.

ખારાઘોડાના સ્થાનિક લોકો તેને દેશના સૌથી જૂના મોલ તરીકે આજે પણ ઓળખે છે અને આ બજારને બલકેલી બજાર નામ અપાયું છે. એની વિગતવાર માહિતી આપતા બેનર પણ આ શોપિંગ મોલની બહાર ટોચ પર લગાવવામાં આવ્યા છે. આ બજારમાં આવેલી દુકાનોના માલિકો પાછલા 30થી 35 વર્ષની માલિકી ધરાવે છે. ખારાઘોડામાં સિમીત વ્યાપાર હોવા છતાં પણ ઐતિહાસિક વારસા આ દુકાનોને બંધ કરવા માંગતા નથી. ભારતના સૌથી જૂના મોલની મુલાકાત લેવી એ જીવનના એક યાદગાર સંભારણા રૂપ છે. તમને જણાવી દઈએ કે પહેલા મહિને આ મૉલનું ભાડું ફક્ત 70 રૂપિયા હતું, બાદ હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ વધારીને 200 રૂપિયા કર્યું હતું.

આ તમામ દુકાનો માટે એ વખતે કરાર થયા હતા. અમે વર્ષોથી આ મોલમાં દુકાનો ધરાવીએ છીએ. વર્ષો અગાઉ અમારા બાપ દાદાઓએ કંપની સાથે લેખીત કરાર કર્યા હતા. જેમાં અમને ગાર્હકોને આ દુકાનો સોંપવામાં આવી હતી જેનું નિયત કરેલું ભાડું અમારે કંપનીમાં ભરવાનું હતુ. આ સીલસીલો વર્ષોથી આજે પણ અકબંધ ચાલું છે.

આજના સમયમાં જ્યારે શહેરમાં મૉલ કલ્ચર ઘણા ઝડપથી વધી રહ્યા છે. 100 વર્ષથી પણ વધારે જૂના ગામના પારંપરિક મૉલને એટલુ અટેન્શન નથી મળી રહ્યું જેટલી અપેક્ષા કરવામાં આવે છે. ગામના લોકોની ફરિયાદ છે કે આ બજાર પર સરકાર વધારે ધ્યાન નથી આપી રહી સાથે જ દુકાનના રિનોવેશનને લઈને પણ કોઈ કામ નથી થઈ રહ્યું. સ્થાનીય લોકો અનુસાર આ ફક્ત શોપિંગ પ્લેસ ન નહીં ગામ અને એની આસપાસના લોકો માટે મીટિંગ પોઈન્ટ પણ છે, ત્યાં લોકો ભેગા થઈને દેશ દુનિયાની ચર્ચા કરતા રહે છે. લોકોની માંગ છે કે આ ઐતિહાસિક એક વારસારૂપમાં માન્યતા મળવી જોઈએ.

gujarat gujarati mid-day