24 June, 2021 12:12 PM IST | Mumbai | Nirali Dave
શાહિદ કપૂર ઓટીટી ડેબ્યુને લઈને કેમ બહુ નર્વસ છે?
ઍમેઝૉન પ્રાઇમની વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’ની સફળતા બાદ રાજ અને ડીકે અન્ય એક સિરીઝ બનાવી રહ્યા છે જે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર જ રિલીઝ થશે. આ ક્રાઇમ-ડ્રામા સિરીઝથી શાહિદ કપૂર ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. ‘ધ ફૅમિલી મૅન’માં જેમ બૉલીવુડ
ઍક્ટર્સ સાથે સાઉથ ઍક્ટર્સ સાથે જોવા મળ્યા હતા એમ આ અપકમિંગ સિરીઝમાં પણ શાહિદ કપૂર સાથે સાઉથ ઍક્ટર્સ વિજય સેથુપતિ અને રાશિ ખન્ના જોવા મળશે.
શાહિદ કપૂરનું કહેવું છે કે તે પોતાના ડિજિટલ ડેબ્યુને લઈને નર્વસ છે અને એનું કારણ આપતાં તે કહે છે, ‘જે ઍક્ટર્સના બિગ સ્ક્રીન પર વખાણ થતાં હોય, જરૂરી નથી કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર તેમને એટલો જ પ્રેમ મળે! વેબ-સિરીઝમાં ૯-૧૦ એપિસોડ સુધી દર્શકો તમારા કૅરૅક્ટરથી કનેક્ટ રહેવા જોઈએ, તેમનો ઇન્ટરેસ્ટ ટકી રહેવો જોઈએ અને એ સ્પેસમાં મને બિલકુલ અનુભવ નથી. દર્શકો મને ઓટીટી પર સ્વીકારશે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે.’
શાહિદ કપૂરને ઓટીટીનો એક ફાયદો એ લાગે છે કે ફિલ્મની સરખામણીએ વેબ-સિરીઝની સમયમર્યાદા વધી જવાથી તે પોતાના કૅરૅક્ટરનાં વધારે પાસાં દેખાડી શકશે.