મુશ્કેલીમાં ફસાઈ તમન્ના ભાટિયાની વેબ સિરીઝ `આખરી સચ`: અંદરોઅંદર બાખડ્યા પ્રોડ્યુસર્સ

11 December, 2023 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમન્ના ભાટિયા (Tamanna Bhatia)ની વેબ સિરીઝ `આખરી સચ` (Aakhri Sach), જે આ વર્ષે ઑગસ્ટ મહિનામાં OTT પર રિલીઝ થઈ હતી, તે હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે

નિખિલ નંદા અને પ્રીતિ-નીતિ સિમોસ

તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)ની વેબ સિરીઝ `આખરી સચ` (Aakhri Sach), જે આ વર્ષે ઑગસ્ટ મહિનામાં OTT પર રિલીઝ થઈ હતી, તે હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. દિલ્હીના ચર્ચિત બુરારી કાંડ પર આધારિત આ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી હતી, પરંતુ હવે છેલ્લા ચાર મહિનાથી શ્રેણીના નિર્માતાઓ એકબીજા ઝગડી રહ્યા છે. શોના નિર્માતા નિખિલ નંદાએ તેમના સાથી સહ-નિર્માતાઓ પ્રીતિ સિમોસ અને નીતિ સિમોસ વિરુદ્ધ દિલ્હીમાં એફઆઈઆર નોંધાવી છે.

ઇટાઈમ્સ સાથે વાત કરતાં સિમોઝ બહેનોએ દાવો કર્યો કે નિખિલ નંદાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. બહેનો કહે છે કે `આખરી સચ`ની સીઝન 1માં કામ કરનારા ઘણા લોકોને નંદા દ્વારા હજુ સુધી પૈસા ચૂકવવામાં આવ્યા નથી. આ મામલે નિખિલ નંદા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલા, પ્રીતિ સિમોસ અને નીતિ સિમોઝ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 420/406 હેઠળ દિલ્હીમાં છેતરપિંડીની એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆરમાં નિખિલ નંદાએ આરોપ લગાવ્યો છે કે સિમોઝ બહેનોએ શ્રેણીની અંતિમ ક્રેડિટમાં છેડછાડ કરી હતી. તેણે રાહુલ ઝા સાથે છેલ્લા શૂટની હાર્ડ ડિસ્ક બદલાવી છે. જોકે, પ્રીતિ અને નીતિએ કોર્ટમાં જાહેર સત્તાવાર નિવેદનમાં આ દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું છે કે, તેનાથી વિપરીત નિખિલ નંદા પાસે શોમાં કામ કરનારા ઘણા લોકોની ફી બાકી છે. નંદા વિરુદ્ધ કોર્ટમાં પણ ઘણા કેસ દાખલ છે.

નિખિલ નંદાનો દાવો

એવું માનવામાં આવે છે કે આ સમગ્ર મામલામાં જે સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શોનો પ્રચાર કર્યો હતો તેમને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે. તેમની ફરિયાદમાં નિખિલ નંદાએ અધિકારીઓને આ શોની ક્રેડિટમાં તેમનું નામ કેમ નથી તેની તપાસ કરવા વિનંતી કરી છે. પોતાનો પક્ષ રજૂ કરતી વખતે, નંદાએ એવો પણ દાવો કર્યો છે કે તે `આખરી સચ` વેબ સિરીઝ બનાવનાર પ્રોડક્શન હાઉસમાં સૌથી મોટા શેરહોલ્ડર છે. તેમણે FIR કોપીમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે સિમોસ બહેનોએ દિલ્હીના એક નવોદિત નિર્માતા અને અભિનેતાને પણ છેતર્યો હતો.

નિખિલ નંદાના આ તમામ દાવાઓને ફગાવી દેતા પ્રીતિ સિમોસે આ બાબતે કહ્યું છે કે, “નીતિ અને મને અમારા શો `આખરી સચ` અને OTT પ્લેટફોર્મ પર તેની સફળતા પર ખૂબ ગર્વ છે. તે અમારી કમનસીબી હતી કે અમારે કોઈ એવી વ્યક્તિ સાથે જોડાવું પડ્યું જે સિરિયલ ડિફોલ્ટર છે. તે લોકોના બાકી નાણાં ચૂકવતો નથી. અમારા સહિત તેની સામે આવા ઘણા કેસ નોંધાયેલા છે. અમે તેની સામે કેસ નોંધી લીધો છે.” સિમોઝ બહેનોનું કહેવું છે કે નંદાએ પૈસા, પેમેન્ટ માટે મળેલા પૈસાનો ઉપયોગ વગેરેની માહિતી આપવાથી ધ્યાન હટાવવા માટે આ કાઉન્ટર કેસ કર્યો છે.

tamannaah bhatia Web Series bollywood bollywood news entertainment news