શાહિદની વેબ-સિરીઝનું નામ ‘ફેક્સ’ રાખવામાં આવ્યું

08 November, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૪માં તેઓ શાહિદ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એ બનાવવાના હતા. જોકે નવાઝુદ્દીન સાથે વાત ન જામતાં હવે તેનો રોલ વિજય સેતુપતિ કરે એવી શક્યતા છે. 

શાહિદ કપૂર

શા​હિદ કપૂરની આવનારી વેબ-સિરીઝને હવે ‘ફેક્સ’ ટાઇટલ મળી ગયું છે. રાજ નિડીમોરુ અને ક્રિષ્ના ડીકે એને બનાવી રહ્યા છે. તેમણે ‘ફૅમિલી મૅન’ સિરીઝ બનાવી છે. શા​હિદ કપૂરની આ સિરીઝને અગાઉ ‘સની’ નામ આપવામાં આવ્યું હતું. જોકે હવે એને ‘ફેક્સ’ નામ આપવામાં આવ્યું છે. અગાઉ રાજ અને ડીકે આ સિરીઝને ‘ફર્ઝી’ના નામે બનાવવાના હતા. ૨૦૧૪માં તેઓ શાહિદ અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એ બનાવવાના હતા. જોકે નવાઝુદ્દીન સાથે વાત ન જામતાં હવે તેનો રોલ વિજય સેતુપતિ કરે એવી શક્યતા છે. 

bollywood news bollywood bollywood gossips entertainment news shahid kapoor Web Series