‘હીરામંડી’માંથી શબાના આઝમી અને મુમતાઝના રોલને પડતા મૂક્યા સંજય લીલા ભણસાલીએ

17 February, 2023 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આવનાર આ સિરીઝમાં સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, હુમા કુરેશી અને મનીષા કોઇરાલા જોવા મળશે

‘હીરામંડી’માંથી શબાના આઝમી અને મુમતાઝના રોલને પડતા મૂક્યા સંજય લીલા ભણસાલીએ

સંજય લીલા ભણસાલીએ તેમની વેબ-સિરીઝ ‘હીરામંડી’માંથી શબાના આઝમી અને મુમતાઝના રોલને હટાવી દીધા છે. એનું કારણ છે કે આ બન્ને અદાકારાએ એમાં કામ કરવાની ના પાડી દીધી છે. એથી આ રોલ અન્ય કોઈને આપવાને બદલે રોલ હટાવવાનું જ તેમને યોગ્ય લાગ્યું છે. શબાના આઝમી અને મુમતાઝને ધ્યાનમાં રાખીને આ શોમાં તેમનાં પાત્રો લખવામાં આવ્યાં હતાં. તેમના રોલ નાના પરંતુ અગત્યના હતા. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આવનાર આ સિરીઝમાં સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, હુમા કુરેશી અને મનીષા કોઇરાલા જોવા મળશે. આ સિરીઝ માટે નેટ​ફ્લિક્સે બજેટ માટે કોઈ બંધન નથી રાખ્યુ. એના માટે ભવ્ય સેટ પણ ઊભો કરવામાં આવ્યો છે. સંજય લીલા ભણસાલી માટે આ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તો બીજી તરફ નેટ​ફ્લિક્સનું માનવું છે કે ભારત માટે આ શો ગેમચેન્જર બનશે.

entertainment news Web Series sanjay leela bhansali shabana azmi netflix