✕

પ્રીતમ ઍન્ડ પેડ્રોની જોડી જામી ગઈ

06 October, 2026 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમાર હીરાણીએ પ્રોડ્યુસ કરેલી સિરીઝને મળ્યા ૩ કરોડથી વધુ વ્યુઝ

સિરીઝને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે

રાજકુમાર હીરાણીએ પ્રોડ્યુસ કરેલી ‘પ્રીતમ ઍન્ડ પેડ્રો’ સૌથી વધુ જોવાયેલી સિરીઝમાં સ્થાન મેળવી ચૂકી છે. આ સિરીઝમાં અર્શદ વારસી, વીર હીરાણી, વિક્રાન્ત મેસી, બમન ઈરાની અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

સિરીઝને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. એમાં હાસ્ય અને થ્રિલરનું કૉમ્બિનેશન છે અને લોકોને આ કૉમ્બિનેશન પસંદ પડ્યું છે. રાજકુમાર હીરાણી ફિલ્મ્સે તાજેતરમાં સિરીઝના પ્રદર્શનની ઉજવણી કરતાં સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ પણ શૅર કરી હતી. આ પોસ્ટ સાથે લખવામાં આવ્યું હતું કે ‘પ્રીતમ ઍન્ડ પેડ્રો સતત લોકોનાં દિલ પર રાજ કરી રહ્યા છે.’

નિર્માતાઓએ આપેલી માહિતી પ્રમાણે ‘પ્રીતમ ઍન્ડ પેડ્રો’ હવે અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી સિરીઝમાંથી એક બની ગઈ છે. એને ૩ કરોડથી વધુ વ્યુઝ મળ્યા છે અને ૭૩ મિલ્યન એટલે કે ૭ કરોડથી વધુ કલાકનો વૉચટાઇમ નોંધાયો છે. આ આંકડા સિરીઝ માટે સ્ટ્રીમિંગ ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.

web series amazon prime arshad warsi vikrant massey sanjay dutt mona singh boman irani entertainment news bollywood bollywood news rajkumar hirani