કાયદાની મર્યાદા સામે સવાલ કરી રહ્યો છે માધવ મિશ્રા

04 August, 2022 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે પંકજ ત્રિપાઠી ફરી તેના ઓરિજિનલ અવતારમાં જોવા મળી રહ્યો છે

પંકજ ત્રિપાઠી

પંકજ ​ત્રિપાઠીની ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝનનું ગઈ કાલે ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે પંકજ ત્રિપાઠી ફરી તેના ઓરિજિનલ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ટીઝરમાં તે જોવા મળી રહ્યો છે કે ‘જીત આપકી યા મેરી નહીં, ન્યાય કી હોની ચાહિએ.’ આ શોની ત્રીજી સીઝનનું નામ ‘ક્રિમિનલ જસ્ટિસ: અધૂરા સચ’ આપવામાં આવ્યું છે. આ શોમાં તે માધવ મિશ્રાનું પાત્ર ભજવી રહ્યો છે. તે અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર લેખાની સામે કેસ લડતો જોવા મળી રહ્યો છે. આ પાત્રને શ્વેતા બાસુ પ્રસાદે ભજવ્યું છે. આ વિશે વાત કરતાં પંકજ ​િત્રપાઠીએ કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે હું હંમેશાં અલગ-અલગ સ્ટોરીનો ભાગ બનવાનું પસંદ કરું છું. હું નસીબદાર છું કે માધવ મિશ્રાનું પાત્ર હું દરેક સીઝનમાં ભજવી શક્યો છું. આગામી સીઝનમાં આ પાત્ર એક નવા જ ઍડ્વેન્ચર પર નીકળી રહ્યું છે. તે હવે આપણા કાયદાની જે મર્યાદાઓ છે એના પર સવાલ કરતો જોવા મળશે. આ શોમાં જોવા જેવું ઘણું છે.’

entertainment news Web Series pankaj tripathi hotstar