કરણનું ફોકસ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ

08 May, 2020 08:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણનું ફોકસ હવે ડિજિટલ પ્લૅટફૉર્મ

પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહર ઑલરેડી ઍડ્વાન્સ પ્લાનિંગ સાથે ચાલે છે ત્યારે એની કંપની ધર્મા પ્રોડક્શને ૨૦૨૪ સુધીનું પ્લાનિંગ કરી લીધું હતું, પણ કોરોનાને કારણે હવે બધું બદલાઈ ગયું છે અને આવતા સમયમાં ક્યારે શૂટ શરૂ થશે એ પણ યક્ષપ્રશ્ન બની ગયો છે. આવા સમયે કરણ જોહરે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ તરફ નજર દોડાવી છે અને પોતાની પાસે રેડી પડેલી સ્ક્રિપ્ટમાંથી કઈ સ્ક્રિપ્ટને વેબ-સિરીઝમાં કન્વર્ટ કરી શકાય છે કે પછી કઈ ફિલ્મને સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરી શકાય એમ છે એ જોશે.

ફિલ્મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવા કરતાં પણ ધર્મા પ્રોડક્શનની ઇચ્છા એ સ્ક્રિપ્ટને વેબ-સિરીઝમાં કન્વર્ટ કરવાની વધારે હોવાથી અત્યારે ધર્માની ક્રીએટિવ ટીમ એ બધા સબ્જેક્ટને કેવી રીતે વેબ-સિરીઝ બનાવી શકાય એની ઘેરબેઠાં મથામણ કરી રહ્યા છે. બની શકે કે કેટલાક ફિલ્મ-પ્રોજેક્ટ સ્ક્રૅપ કરવામાં આવે અને ધર્મા એની વેબ-સિરીઝ બનાવે. આ અગાઉ ધર્માએ નેટફ્લિક્સ પર એની ‘ડ્રાઇવ’ રિલીઝ કરી છે તો કરણે ‘લસ્ટ સ્ટોરી’ અને ‘ઘોસ્ટ સ્ટોરી’ ડિરેક્ટ કરી છે. સ્વતંત્ર વેબ-સિરીઝનું પ્લાનિંગ ઑલરેડી ગયા વર્ષથી જ શરૂ થયું હતું, પણ હવે એમાં આ સ્ક્રિપ્ટ્સનો પણ ઉમેરો થયો છે.

entertainment news web series karan johar