વિદેશમાં પણ બાબા નિરાલાનો જાદૂ, 33 દેશોમાં રિલીઝ `આશ્રમ 3`

14 June, 2022 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પહેલા જ્યારે આ સીરિઝ ઓટીટી પર રિલીઝ થઇ ત્યારે માત્ર 32 કલાકમાં 100 મિલિયન વ્યૂઝ સાથે તેણે એક ઇતિહાસ તો રચ્યો. એટલું જ નહીં કઈપણ ભારતીય ઓટીટી પર સૌથી વધારે વ્યૂઅરશિપ ધરાવનારી આ પહેલી વેબસીરિઝ બની ચૂકી છે.

વિદેશમાં પણ બાબા નિરાલાનો જાદૂ, 33 દેશોમાં રિલીઝ `આશ્રમ 3`

એમએક્સ પ્લેયરની વેબ સીરિઝ આશ્રમના બાબા નિરાલાનો જાદૂ દિવસે ને દિવસે વધતો જાય છે. ભારતમાં એમએક્સ પ્લેયરની આ ઓરિજિનલ સીરિઝે ઇતિહાસ રચ્યો જ છે અને હવે આ સીરિઝ વિદેશમાં પણ પોતાનો જલવો વિખેરવા માટે તૈયાર છે. બાબા નિરાલાના દર્શ હવે આખા વિશ્વમાં કરવામાં આવશે. જણાવવાનું કે `એક બદનામ...આશ્રમ 3` હવે 33 દેશોના પ્રવાસ પર જવા માટે તૈયાર છે. એટલે કે બાબાઓનો પાંખડ હવે ક્યાંય પણ છૂપો નહીં રહે. આ પહેલા જ્યારે આ સીરિઝ ઓટીટી પર રિલીઝ થઇ ત્યારે માત્ર 32 કલાકમાં 100 મિલિયન વ્યૂઝ સાથે તેણે એક ઇતિહાસ તો રચ્યો. એટલું જ નહીં કઈપણ ભારતીય ઓટીટી પર સૌથી વધારે વ્યૂઅરશિપ ધરાવનારી આ પહેલી વેબસીરિઝ બની ચૂકી છે.

આ નવી જીત અને શૉને ગ્લોબલી લૉન્ચ કરતા ચીફ ઑપરેટિંગ ઑફિસર નિતિન જણાવે છે, "અમે દર્શકોની સંખ્યા વધારી રહ્યા છીએ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ પોતાની હાજરી સ્ટ્રૉંગ કોન્ટેન્ટ દ્વારા દર્શાવી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે જે શૉને ભારતના લોકોએ પોતાનો આટલો બધો પ્રેમ આપીને આને નંબર વન શૉ બનાવ્યો, વિદેશમાં પણ આ જલવો જળવાઈ રહે. મને લાગે છે કે એક સ્ટ્રૉન્ગ સ્ટોરી જ દર્શકોને છેલ્લે સુધી બાંધી રાખી શકે છે જે આશ્રમ સીરિઝમાં જોવા મળે છે."

ભારતમાં એમએક્સ પ્લેયર મફતમાં જોવા મળે છે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં આનું સબ્સ્ક્રિપ્શન લેવાનું રહેશે. આશ્રમ 3 જોવા માટે ભારતની બહારના દર્શકોએ એમએક્સ પ્લેયર સબ્સ્ક્રાઈબ કરવાનું રહેશે. વેબ સીરિઝના ડિરેક્ટર પ્રકાશ ઝા કહે છે, "આ ન્યૂઝ અમારી માટે ખૂબ જ મહત્વના અને આનંદાત્મક છે. અમે આશા રાખીએ છીએ કે વિશ્વ સ્તરે લોકો આને જોઈને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. હું જ્યારે પણ બહાર જાઉં છું, લોકો એ જ પૂછું છું કે આશ્રમની આગામી સીઝન અમે ક્યારે જોઈ શકશું?"

`આશ્રમ સીઝન 3`માં બૉબી દેઓલ, અદિતિ પોહંકર, ચંદન રૉય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયંકા, ઇશા ગુપ્તા, સચિન શ્રૉફ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, અનુરિતા કે ઝા, રુશાદ રાણા, તન્મય રંજન, પ્રીતિ સૂદ, રાજીવ સિદ્ધાર્થ અને જયા સીલ ઘોણ પણ સામેલ છે.

Web Series entertainment news bollywood news bollywood bollywood gossips