માધુરી દીક્ષિત નેટફ્લિક્સની સિરીઝમાં: કરણ જોહર કરશે પ્રોડ્યુસ

22 January, 2020 01:50 PM IST  |  Mumbai

માધુરી દીક્ષિત નેટફ્લિક્સની સિરીઝમાં: કરણ જોહર કરશે પ્રોડ્યુસ

માધુરી દીક્ષિત

રણ જોહરના ધર્મા પ્રોડક્શનની ડિજિટલ કન્ટેન્ટ બનાવતી પાંખ ધર્મેટિક એન્ટરટેઇનમેન્ટ એક સિરીઝનું આયોજન કરી રહ્યું છે જેમાં બૉલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત મુખ્ય પાત્ર તરીકે ડેબ્યુ કરી રહી છે. આમ તો નેટફ્લિક્સ સાથે તેનું આ ત્રીજું કોલૅબરેશન છે. તેણે ‘મોગલી ઃ ધ લેજન્ડ ઑફ ધ જંગલ’ ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો હતો અને ત્યાર પછી ‘15 ઑગસ્ટ’ નામની ફિલ્મ તેણે નેટફ્લિક્સ માટે પ્રોડ્યુસ કરી હતી, પણ એઝ અ ઍક્ટ્રેસ વેબ-વર્લ્ડમાં તેની આ પહેલી ફિલ્મ રહેશે.
નેટફ્લિક્સ માટે બનનારી આ સિરીઝ સસ્પેન્સફુલ ફૅમિલી ડ્રામા હશે જે ‘બાર બાર દેખો’ના કો-રાઇટર શ્રી રાવ લખશે. શ્રી રાવ રાઇટરની સાથે આ સિરીઝના શો-રનર પણ રહેશે અને કરણ જોહર ક્રીએટિવ પ્રોડ્યુસ રહેશે. માધુરી દીક્ષિતે કહ્યું હતું કે ‘આજે દુનિયામાં એન્ટરટેઇનમેન્ટ અને ઇન્ટરનેટ બન્ને સૌથી મહત્ત્વની બાબત છે, જે કલાકારો અને ફિલ્મ-મેકર્સને તક આપે છે પોતાનું કામ મિલ્યન લોકો સધી પહોંચાડવા માટે.
માધુરી દીક્ષિત છેલ્લે મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’ તથા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ‘કલંક’માં દેખાઈ હતી. હવે તે કરણ જોહરના પ્રોડક્શન-હાઉસ હેઠળની ફિલ્મ દ્વારા લીડ કૅરૅક્ટર તરીકે આવી રહી છે.

madhuri dixit karan johar web series