‘હશ હશ’ દ્વારા ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર જુહી અને આયેશા ઝુલ્કા

08 September, 2022 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલો એવો શો છે જેમાં એકલી મહિલાઓ છે અને એને માત્ર મહિલાઓ દ્વારા જ બનાવવામાં આવી છે

હશ હશ નું પોસ્ટર

જુહી ચાવલા અને આયેશા ઝુલ્કા હવે ‘હશ હશ’ દ્વારા તેમનો ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. આ વેબ-શોને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવશે. આ શોની જાહેરાત ઘણા સમય પહેલાં કરવામાં આવી હતી. જોકે એ ક્યારેય રિલીઝ કરવામાં આવશે એ વિશે કોઈ જાહેરાત નહોતી થઈ. આ સિરીઝને હવે ૨૨ સપ્ટેમ્બરે​ રિલીઝ કરવામાં આવશે. આ શોમાં જુહી અને આયેશા સાથે સોહા અલી ખાન, ક્રિતિકા કામરા, શહાના ગોસ્વામી અને કરિશ્મા તન્ના પણ કામ કરી રહી છે. ​અબુંદન્તિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ સિરીઝની ટીમ અને ક્રૂમાં તમામ મહિલાઓ છે. આ પહેલો એવો શો છે જેમાં એકલી મહિલાઓ છે અને એને માત્ર મહિલાઓ દ્વારા જ બનાવવામાં આવી છે. આ શોને તનુજા ચંદ્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો ઇન્ડિયાની હેડ અપર્ણા પુરોહિતે કહ્યું કે ‘પૉપ્યુલેશનમાં પચાસ ટકા મહિલાઓ છે. જોકે એમ છતાં તેમના પૉઇન્ટ ઑફ વ્યુ દ્વારા કહેવામાં આવતી સ્ટોરી ખૂબ જ ઓછી છે. અમે પ્રાઇમ વિડિયો દ્વારા એક ગ્લોબલ પ્લૅટફૉર્મ પર વિવિધ પ્રકારની અને ઑથેન્ટિક સ્ટોરી લાવવા માગીએ છીએ. ‘હશ હશ’ દ્વારા અમે મહિલાઓના પૉઇન્ટ ઑફ વ્યુને એક સ્ટેપ આગળ લઈ જઈ રહ્યા છીએ. અબુંદન્તિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા અમે ફરી એક વાર સાથે મળીને નવો શો લાવી રહ્યાં છીએ.’

entertainment news Web Series juhi chawla amazon prime