રેપ-રિવેન્જ ડ્રામા ‘ફાતિમા’ દ્વારા કમબૅક કરી રહી છે જયા પ્રદા

25 January, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યસભાનાં ભૂતપૂર્વ મેમ્બર આ પ્રોજેક્ટમાં મમ્મીનું પાત્ર ભજવી રહ્યાં છે

જયા પ્રદા

જયા પ્રદા હવે રેપ-રિવેન્જ ‘ફાતિમા’ દ્વારા કમબૅક કરી રહી છે. તે ડિજિટલ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. રાજ્યસભાનાં ભૂતપૂર્વ મેમ્બર આ પ્રોજેક્ટમાં મમ્મીનું પાત્ર ભજવી રહ્યાં છે. તેઓ તેમની દીકરીના બળાત્કારીઓને સજા આપવા માટે ફાઇટ કરતાં જોવા મળશે. આ પ્રોજેક્ટનું પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં જયા પ્રદા બુરખામાં છે અને તેમણે બંદૂક પકડી છે. એમએક્સ પ્લેયર પર આ પ્રોજેક્ટને સ્ટ્રીમ કરવામાં આવશે. આ વિશે વાત કરતાં જયા પ્રદાએ કહ્યું કે ‘મને જ્યારે ‘ફાતિમા’ નરેટ કરવામાં આવી હતી ત્યારે મારી પાસે એને ના પાડવા માટે કોઈ કારણ નહોતું. મારા કમબૅક માટે આનાથી સારી સ્ટોરી બીજી કોઈ હોઈ ન શકે. સમયની સાથે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ બદલાવ આવ્યો છે અને એ પણ સારા માટે આવ્યો છે. બૉલીવુડ હંમેશાં મારા માટે ઘર જેવું રહ્યું છે અને હંમેશાં એ મારી કમ્ફર્ટ પ્લેસ રહેશે. ‘ફાતિમા’નું શૂટિંગ કરતી વખતે ખૂબ મજા આવી હતી. મને આશા છે કે દર્શકોને પણ એ જોવાની મજા આવશે.’

entertainment news jaya prada Web Series