ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ માટે હું ગ્લૅમ ડૉલ છું કે ઍક્ટર એની મને જાણ નથી : કરિશ્મા તન્ના

25 May, 2023 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો બીજી જૂને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થવાનો છે

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્નાએ જણાવ્યું છે કે તેનો આવનારો શો ‘સ્કૂપ’ જોઈને લોકો તેને એક ઍક્ટર તરીકે ગંભીરતાથી લેશે. આ શો બીજી જૂને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થવાનો છે. આ શોને હંસલ મહેતાએ બનાવ્યો છે. શોમાં ક્રાઇમ રિપોર્ટરના રોલમાં કરિશ્મા જોવા મ‍ળશે. આ શોથી શું અપેક્ષા છે એ વિશે કરિશ્મા તન્નાએ કહ્યું કે ‘લોકો આ શો જુએ અને એક ઍક્ટર તરીકે મને સિરિયસલી લે જેથી હું પણ ઍક્ટરના બ્રૅકેટમાં સમાઈ શકું. આશા છે કે લોકો એ સમજે કે હું એક સિરિયસ ઍક્ટર છું અને સિરિયસ શોમાં કામ કરી શકું છું. સાથે જ ગ્લૅમરસ રોલ પણ કરી શકું છું. મને જાણ નથી કે મારી પીઠ પાછળ મારા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ મને સિરિયસલી લે છે કે નહીં કે પછી એમ જ વિચારે છે કે એ તો માત્ર ગ્લૅમ ડૉલ છે. જોકે હવે મને અપેક્ષા છે કે આ શો જોયા બાદ લોકો મને સિરિયસલી લેશે.’

Web Series netflix entertainment news karishma tanna