28 July, 2021 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન, સૈફ અલી ખાન, શબાના આઝમી અને પંકજ ત્રિપાઠી
ડિઝની+હૉટસ્ટાર દ્વારા હાલમાં તેમના આગામી શોની જાહેરાત કરવામાં આવી છે. આ શોમાં અજય દેવગન, સૈફ અલી ખાન, શબાના આઝમી અને પ્રતીક ગાંધી જેવા ઍક્ટર્સના શોની જાહેરાત કરવામાં આવી છે. અજય દેવગન શો ‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. આ વિશે અજય દેવગને કહ્યું કે ‘આજે ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા જે ક્વૉલિટીવાળું એન્ટરટેઇનમેન્ટ આપવામાં આવી રહ્યું છે એ ખરેખર કાબિલેદાદ છે. આ પ્લૅટફૉર્મને કારણે ફિલ્મમેકર્સ વધુ એક્સપેરિમેન્ટ્સ કરતા થયા છે અને તેઓ ગુણવત્તાને વધુ ને વધુ ઉપર લઈ જઈ રહ્યા છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ પ્લૅટફૉર્મને કારણે પ્રોડક્શનનો સ્કેલ પણ ખૂબ ઊંચો ગયો છે.’
સૈફ અલી ખાનની ‘ભૂત પોલીસ’ પણ જલદી આવી રહી છે. આ પ્રોજેક્ટ્સની સાથે કુણાલ કપૂરના ‘ધ એમ્પાયર’, સુસ્મિતા સેનની ‘આર્યા’ની બીજી સીઝન, તિસ્કા ચોપડાની ‘ફિયર’, કેકે મેનનની ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’ જેવા વિવિધ શોની ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવી છે. મર્ડર મિસ્ટરી ‘સિક્સ સસ્પેક્ટ્સ’ વિશે પ્રતીક ગાંધીએ કહ્યું કે ‘શાંતિથી બેસીને જોવાના શો હોય અથવા તો પછી કૉમ્પ્લેક્સ સ્ટોરીલાઇન્સ કેમ ન હોય, ડિજિટલ પ્લૅટફૉર્મે આજે ઘણા પ્રકારના શો એક્સપ્લોર કર્યા છે. એક ઍક્ટર તરીકે હું આ દુનિયામાં એક નવી જગ્યાને એક્સપ્લોર કરવા જઈ રહ્યો છું. આ પ્રકારના શો મને ચેલૅન્જ આપવાની સાથે ઘણું બધું શીખવી જાય છે.’