બમન ઈરાનીની ડેબ્યુ સિરીઝ ‘માસૂમ’ ૧૭ જૂને થશે રિલીઝ

09 June, 2022 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિઝની + હૉટસ્ટાર પર આવી રહેલી છ એપિસોડની આ સિરીઝમાં પંજાબના કપૂર ફૅમિલીની વાત કરવામાં આવી છે

‘માસૂમ’નું પોસ્ટર

બમન ઈરાનીની ડેબ્યુ વેબ-સિરીઝ ‘માસૂમ’ હવે ૧૭ જૂને રિલીઝ થવાની છે. ડિઝની + હૉટસ્ટાર પર આવી રહેલી છ એપિસોડની આ સિરીઝમાં પંજાબના કપૂર ફૅમિલીની વાત કરવામાં આવી છે. સમય અને ઍમ્બિશનને કારણે રિલેશનશિપમાં જે બદલાવ આવે છે એના પર આ વાત કરવામાં આવી છે. મિહિર દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આ શોમાં સમારા તિજોરી, મંજરી ફડણીસ, વીર રાજવત સિંહ, ઉપાસના સિંહ અને મનુરિશી ચઢ્ઢાએ કામ કર્યું છે. આ વિશે વાત કરતાં બમન ઈરાનીએ કહ્યું હતું કે ‘હું ડિઝની + હૉ.ટસ્ટારની ‘માસૂમ’ દ્વારા ઘણા લાંબા સમય બાદ મારો ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છું. આ પ્લૅટફૉર્મ દ્વારા આ વર્ષે ઘણી સારી સિરીઝને બનાવવામાં આવી છે જેમાંની ઘણી મારી ફેવરિટ છે. આ સિરીઝે મારા માટે નવા દરવાજા ખોલ્યા છે અને એના દ્વારા હું ઘણા લોકો સુધી પહોંચી શકીશ. મારી રીલ લાઇફ દીકરી સમારાના પિતાનું પાત્ર ભજવવું ખૂબ જ ચૅલેન્જિંગ હતુ. સમારા અને ક્રૂના મેમ્બર્સ સાથે ઍક્ટિંગ કરવી ખૂબ જ સારું રહ્યું હતું. એક યંગ ઍક્ટર તેની આર્ટને નિખારે છે એ જોવાનો મને ચાન્સ મળ્યો છે.’

entertainment news Web Series web series boman irani hotstar