બમન ઈરાનીની ‘માસૂમ’ ૧૬.૪ મિલ્યન લોકોએ જોઈ

22 July, 2022 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વેબ-સિરીઝ હવે ભારતના ટૉપ 10 શોમાં પહોંચી ગઈ છે

બમન ઈરાની

વેબ-સિરીઝ ‘માસૂમ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરનાર બમન ઈરાનીના આ શોને ૧૬.૪ મિલ્યન લોકોએ જોઈ છે. સાથે જ જાન્યુઆરીથી જૂન સુધી આ શો ટૉપ-ટેનમાં પહોંચી ગયો છે. તાજેતરમાં ઓર્મેક્સે બહાર પાડેલા રિપોર્ટમાં એ વાતની માહિતી આપવામાં આવી છે. આ સિરીઝને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના ડ્રીમર્સ ઍન્ડ ડુઅર્સ કંપનીએ પ્રોડ્યુસ કરી હતી. આ સિરીઝ ૧૭ જૂને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી. ક્રિટિક્સ અને દર્શકોએ આ શોને લઈને પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યો હતો. શોમાં બમન અને તેમની દીકરીનું પાત્ર ભજવનાર સમારા તિજોરીની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી. ‘માસૂમ’ને લઈને બમને કહ્યું કે ‘હું પરિવર્તનમાં વિશ્વાસ રાખું છું અને મને લાગે છે કે એ બદલાવ જ મને સતત આગળ વધારે છે, સ્ફૂર્તિદાયક અને ખુશ રાખે છે. અમને જાણ નહોતી કે આ શો ક્યાં અને કેટલો દૂર સુધી ચાલશે. અમે માત્ર અમારા કૅરૅક્ટરને અને કામને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પર ધ્યાન આપ્યું હતું અને લોકોએ એને ખૂબ પ્રેમ આપ્યો છે. ‘માસૂમ’ મારી પહેલી વેબ-સિરીઝ હોવાથી હું ખૂબ ખુશ હતો, જે વધુ સ્ક્રીન-ટાઇમ આપે છે. તમને એમાં પાત્રની પૂરી જર્ની જોવા મળે છે. ‘માસૂમ’ને લોકોએ જે પ્રેમ આપ્યો છે એ અદ્ભુત છે. આ શોને જે અપાર સફળતા મળી છે એનું શ્રેય રાઇટર સત્યમ ત્રિપાઠી, ડિરેક્ટર મિહિર દેસાઈ, શો રનર ગુરમીત સિંહ, પ્રોડ્યુસર નમિત શર્મા અને પૂરી ટીમને જાય છે. એમાં મારાં કો-ઍક્ટર્સ સમારા તિજોરી, ઉપાસના સિંહ, વીર રાજવંત સિંહ, મંજરી ફડણવીસ અને સારિકા સિંહનો પણ સમાવેશ છે. ક્રીએટિવિટીની દૃષ્ટિએ અમારું એકસરખું યોગદાન રહ્યું છે.’

entertainment news boman irani Web Series web series hotstar deepak tijori