સોભિતા એટલે ગ્લૅમર અને ગ્રેટ બૉડીનો સંગમ છે: અનિલ કપૂર

23 January, 2023 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિઝની+હૉટસ્ટાર પર આ સિરીઝ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે

સોભિતા ધુલિપાલા

અનિલ કપૂરે તેની વેબ-સિરીઝ ‘ધ નાઇટ મૅનૅજર’ની કો-સ્ટાર સોભિતા ધુલિપાલાની પ્રશંસા કરતાં તેને ગ્લૅમર અને ગ્રેટ બૉડીનો સંગમ કહી છે. ડિઝની+હૉટસ્ટાર પર આ સિરીઝ ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ સિરીઝમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, સોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમ અને સાસ્વત ચૅટરજી પણ લીડ રોલમાં જોવા મળશે. આ શો સંદીપ મોદી અને પ્રિયંકા ઘોષે ડિરેક્ટ કર્યો છે. આ શો ઇન્ક ફૅક્ટરી અને બનીજય એશિયાએ સાથે મળીને પ્રોડ્યુસ કર્યો છે. આ સિરીઝના ટ્રેલર-લૉન્ચ વખતે અનિલ કપૂરે કહ્યું કે ‘તમે જ્યારે સોભિતા વિશે વાત કરો તો તમે તેનાં ગ્લૅમર, તેની ગ્રેટ બૉડી વિશે ચર્ચા કરશો. આ જ પહેલી છાપ તમારા ધ્યાનમાં આવશે, કારણ કે તે ખૂબ સુંદર છે. એવામાં કુદરતે આપેલી આ ગિફ્ટ વિશે તમે જ્યારે વિચારો જે ઍક્ટ્રેસ છે અને તે પોતાનો પર્ફોર્મન્સ સારું કરવાના સતત પ્રયાસ કરે છે એ તેનો સૌથી સારો ગુણ છે. તે અદ્ભુત છે.’

Web Series entertainment news anil kapoor sobhita dhulipala hotstar