હર્ષદ મહેતા બાદ હવે નીરવ મોદી પર બનશે વેબ સિરીઝ

17 September, 2021 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પત્રકાર પવન સી. લાલના પુસ્તક “ફ્લડ: ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ  ડાયમંડ મુઘલ નીરવ મોદી” પરથી વેબ સિરીઝ બનાવવાનો નિર્ણય કર્યો છે.

તસવીર : પીઆર

શેરની, શકુંતલા દેવી, ટોઇલેટ - એક પ્રેમ કથા, એરલિફ્ટ અને બ્રીથ એન્ડ બ્રીથ: ઈન્ટુ ધ શેડોઝ જેવી મનોરંજક અને પ્રભાવશાળી ફિલ્મોના નિર્માતા અબુંદંશિયા એન્ટરટેઈનમેન્ટે પત્રકાર પવન સી. લાલના પુસ્તક “ફ્લડ: ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ  ડાયમંડ મુઘલ નીરવ મોદી” પરથી વેબ સિરીઝ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાલ તેનું સ્ક્રિપ્ટીંગ ચાલી રહ્યું છે.

આ પુસ્તકમાં ભારતના સૌથી મોટા હીરાના વેપારીઓમાંના એક હાઇ પ્રોફાઇલ બિઝનેસ ઉદ્યોગપતિ નીરવ મોદીની વાર્તા છે. પુસ્તકના લેખક પવન સી. લાલને આ વેબ સિરીઝ માટે સલાહકાર લેખક તરીકે પણ લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં નીરવ મોદીની સત્તામાં ઉદય અને તેના પછીના પતનના વિગતવાર અને રસપ્રદ પાસાઓને વર્ણવવામાં આવ્યા છે અને ભારતના સૌથી મોટા નાણાકીય કૌભાંડોમાંની પણ વાત કરવામાં આવી છે.

આ બાબતે લેખક પવન સી. લાલે જણાવ્યું કે “આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ તક છે અને હું આ પુસ્તકથી-સ્ક્રીન સુધીની સફરનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. સિનેમેટિક રીતે પુસ્તકની સંવેદનશીલતાને પકડવી એ કોઈ સરળ કાર્ય નથી, પણ હું અબુંદંશિયા એન્ટરટેઇનમેન્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ખાતરી છે કે તેઓ આ પ્રયાસને સંપૂર્ણ ન્યાય આપશે અને પુસ્તકને યોગ્ય દ્રશ્ય માળખું આપશે. ફ્લોડ: ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઇન્ડિયાઝ ડાયમંડ મોગલ નીરવ મોદીની વાર્તા દર્શકો સમક્ષ લાવવાનો મારો પ્રયાસ છે-તેનો અદભૂત ઉદય અને સમાન નાટકીય પતન જેને કારણે સમગ્ર ઉદ્યોગ પડી ભાંગ્યો હતો.”

entertainment news web series Nirav Modi