મમ્મીઓનો આભાર કેમ માન્યો અધ્વિક મહાજને?

13 April, 2021 12:54 PM IST  |  Mumbai | Rashmin Shah

ઝીટીવીના શો ‘તેરી મેરી ઇક્ક જિંદડી’ના જોગીએ એક સિચુએશનમાં છોકરી બનવાનું આવ્યું એટલે તેણે સાડી પહેરવાની એક દિવસ ટ્રેઇનિંગ પણ લીધી, જેને લીધે તેને સમજાયું કે સાડી સાથે જીવવું કેટલું અઘરું છે

મમ્મીઓનો આભાર કેમ માન્યો અધ્વિક મહાજને?

માહી અને જોગીની લવસ્ટોરી દેખાડતી ઝીટીવીની સીરિયલ ‘તેરી મેરી ઇક્ક જિંદડી’માં જોગી એટલે કે અધ્વિક મહાજને એક તબક્કે એક એપિસોડ માટે છોકરી બનવાનું આવ્યું છે, જે બનવા માટે અધ્વિકની પહેલી શરત એ હતી કે તે કોઈ હિસાબે ઇયરિંગ કે નોઝ-રિંગ નહીં પહેરે. જોકે એમ છતાં તેણે સાડી પહેરવાની આવી અને આ સાડી માટે અધ્વિકે એક આખો દિવસ પ્રૅક્ટિસ કરવી પડી. છોકરી બનતાં પહેલાં અધ્વિકે બીજાં પણ બે કૅરૅક્ટર કરવાં પડ્યાં અને તે સિખ અને મજૂર બન્યો. આ બે કૅરૅક્ટર પછી અધ્વિક છોકરી બન્યો. અધ્વિક કહે છે, ‘પહેલી વાર મને સમજાયું કે છોકરી બનવું જરાય સહેલું નથી. આમ પણ હું પહેલી વાર લેડી-કૅરૅક્ટર કરું છું. આ કૅરૅક્ટર માટે વિગથી માંડીને સાડીને સાચવવાનું કામ બહુ અઘરું હતું. જોગી માહીનાં મૅરેજ અટકાવવા જાય છે, જેને માટે મારે ત્રણ કૅરૅક્ટર કરવાં પડ્યાં અને છેલ્લે માહી જ્યાં બેઠી છે એ ઔરતોવાળા વિસ્તારમાં જવાનું છે અને એક તબક્કે તો ભાગવાનું પણ છે. આજે મને સમજાય છે કે સાડી પહેરીને આખી જિંદગી રહેવું કેવું અઘરું કામ છે.’

Rashmin Shah television news indian television entertainment news