૨૫ કિલોનો લેહંગો પહેરીને કેમ ભાગવું પડ્યું હતું પૂજા બૅનરજીને?

12 June, 2021 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાચું કહું તો લેહંગો વજનમાં ખૂબ જ ભારે હતો. એનું વજન અંદાજે ૨૫ કિલો હતું. એની સાથે મારે જ્વેલરી પણ પહેરવાની હતી. દુલ્હન બનતાં મને દરરોજ બેથી ત્રણ કલાકનો સમય જતો હતો.

૨૫ કિલોનો લેહંગો પહેરીને કેમ ભાગવું પડ્યું હતું પૂજા બૅનરજીને?

પૂજા બૅનરજીને હાલમાં જ ૨૫ કિલોનો લેહંગો પહેરીને ભાગવું પડ્યું હતું. જોકે તેણે આ શૂટિંગ દરમ્યાન કરવું પડ્યું હતું. ‘કુમકુમ ભાગ્ય’માં તે રિયાનું પાત્ર ભજવી રહી છે જેનાં લગ્ન રણબીર (ક્રિષ્ણા કોલ) સાથે થઈ રહ્યાં છે. આ લગ્નની સીક્વન્સમાં તેણે ૨૫ કિલોનો ડ્રેસ પહેરીને ભાગવું પડ્યું હતું. આ વિશે વાત કરતાં પૂજાએ કહ્યું હતું કે ‘લગ્નના દૃશ્ય માટે મારે દુલ્હન જેવું તૈયાર થવાનું હતું. હું ડિઝાઇનર રેડ લેહંગા પહેરવા માટે ઉત્સુક હતી, પરંતુ એ પહેરીને દોડવામાં મને ખૂબ જ મુશ્કેલી પડી હતી. સાચું કહું તો લેહંગો વજનમાં ખૂબ જ ભારે હતો. એવું વજન અંદાજે ૨૫ કિલો હતું. એની સાથે મારે જ્વેલરી પણ પહેરવાની હતી. દુલ્હમન બનતાં મને દરરોજ બેથી ત્રણ કલાકનો સમય જતો હતો. આ દૃશ્યમાં મારે દોડવાનું પણ હતું. ડ્રેસના વજનને કારણે મારા માટે એ ચૅલેન્જિંગ હતું. જોકે દૃશ્ય વાસ્તવિક લાગે એ માટે મેં એ કર્યું હતું. લગ્નનું દૃશ્ય શૂટ કરવાની મને ખૂબ જ મજા આવી હતી અને દર્શકો એ જુએ એ માટે હું ખૂબ જ ઉતાવળી થઈ રહી છું.’

television news indian television entertainment news