KBCમાં ‘સર્જિકલ સ્ટ્રાઇક’ પર પ્રશ્ન પુછતા ઉભો થયો વિવાદ

06 May, 2019 05:42 PM IST  | 

KBCમાં ‘સર્જિકલ સ્ટ્રાઇક’ પર પ્રશ્ન પુછતા ઉભો થયો વિવાદ

કોન બનેગા કરોડપતિ (ફાઇલ ફોટો)

નાના પડદા પરનો સૌથી પ્રખ્યાત શો ‘કોન બનેગા કરોડપતિ’ ની 11મી સીઝનનું રજિસ્ટ્રેશન પહેલી મેથી શરૂ થઇ ગયું છે. સવાલોના સિલસિલા વચ્ચે કેબીસીમાં પણ ચૂંટણીનો તડકો જોવા મળે છે. હકીકતે તાજેતરમાં રાતે 9 વાગ્યે અમિતાભ બચ્ચન એક સવાલ પૂછે છે જેમાં ચાર ઑપ્શન છે. 6 મેના અમિતાભ બચ્ચને રજિસ્ટ્રેશન કરાવવા માટે એક પ્રશ્ન પૂછ્યો, પણ સવાલ પર ચૂંટણીની અસર જોવા મળે છે.

કોન બનેગા કરોડપતિમાં રવિવાર રાતે 9 વાગ્યે પાંચમો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન કે જેનો જવાબ આપીને તમે પણ કેબીસી માટે રજિસ્ટર કરાવી શકો છો. ફિલ્મ ‘ઉરી દ સર્જિકલ સ્ટ્રાઇક’ મેં મેજર શેરગિલ કા દસ્તા ઉન્હે ક્યા જવાબ દેતા હૈ, જબ વો ઉનસે પૂછતે હૈં હાઉ ઇઝ દ જોશ?

 

A- જબરદસ્ત સર
B- એકદમ ઝક્કાસ
C- રેડ્ડી સર
D- હાઇ સર

આ પ્રશ્ન બાદ આ ચર્ચા પૂરજોશમાં છે કે શું કોન બનેગા કરોડપતિમાં પણ ચૂંટણીની સીઝનમાં સરકારને સપોર્ટ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે લોકોને ભરમાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે કે શું. હવે હકીકત શું છે તે કહેવું મુશ્કેલ છે પણ સામાન્ય જ્ઞાનના સવાલો વચ્ચે એક એવો પ્રશ્ન જે શૉને સવાલોના ઘેરામાં જરૂર નાંખી શકે છે.

કઇ રીતે કરવું રજિસ્ટ્રેશન

કેબીસીમાં રજિસ્ટ્રેશન માટે શું કરવું તે પહેલી મેના રોજ જણાવી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કરવામાં આવ્યો હતો તેના કૅપ્શનમાં સોની ટીવીએ લખ્યું, "હવે તમારી અને હૉટ સીટ વચ્ચે નહીં હોય અંતર, કારણ કે શરૂ થઇ ગયા છે આ વર્ષના કેબીસીના રજિસ્ટ્રેશન. આ રહ્યો રજિસ્ટ્રેશનનો પહેલો સવાલ. રજિસ્ટર કરવા માટે ડાઉનલોડ કરો સોની લિવ." જણાવીએ કે આ સવાલનો જો સાચ્ચો જવાબ તમને આવડે છે તો તમારે એસએમએસ દ્વારા જવાબ મોકલવાનો રહેશે. અથવા તમે સોની લિવ એપ્લિકેશન દ્વારા પણ જવાબ આપી શકો છો.

આ પણ વાંચો : શું ભારતી સિંહ છે પ્રેગ્નેન્ટ, બાળકોને લઇને કરી મહત્વની વાત

એસએમએસથી આ રીતે આપો જવાબ

એસએમએસ દ્વારા પાર્ટિસિપેટ કરવા માટે યૂઝર્સે પોતાના ફોનમાં SMSમાં KBC લખવું અને સ્પેસ આપીને પોતાની ઉંમર લખવી. ત્યાર પછી એક સ્પેસ આપીને પોતાનું જેન્ડર લખવું. ઉદાહરણ તરીકે જો તમે 25 વર્ષના પુરુષ છો તો તમારે KBC 25 M લખીને તેને 509093 પર મોકલવાનું રહેશે.

amitabh bachchan kaun banega crorepati