સંતોષીમાએ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે શું સલાહ આપી?

08 April, 2021 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્ડ ટીવીના શોમાં સંતોષી માતાજીનું કૅરૅક્ટર કરતી ગ્રેસી સિંહે કહ્યું કે ન્યુ નૉર્મલને નૉર્મલ બનાવવા માટે કમ્ફર્ટ ઝોન તોડવો પડશે

સંતોષીમાએ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે શું સલાહ આપી?

ગઈ કાલે વર્લ્ડ હેલ્થ ડે હતો. કોવિડની મહામારી વચ્ચે આવેલા આ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે એન્ડ ટીવીના શો ‘સંતોષી મા-સુનાએ વ્રત કથાએં’માં સંતોષી માનું કૅરૅક્ટર કરતી ગ્રેસી સિંહે કહ્યું હતું કે આજના સમયમાં આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. જો હેલ્થની બાબતમાં હવે વધારે સ્ટ્રૉન્ગ બનવું હશે તો ન્યુ નૉર્મલને સહજ રીતે સ્વીકારીને આપણે આપણો જૂનો કમ્ફર્ટ ઝોન તોડવો પડશે. કમ્ફર્ટ ઝોન તૂટશે તો જ ન્યુ નૉર્મલ પણ સાચા અર્થમાં નૉર્મલ લાગવા માંડશે. 
ગ્રેસી સિંહે કહ્યું હતું, ‘આપણે એક્સરસાઇઝ કરવી પડશે અને આપણે જન્ક ફૂડને તિલાંજલિ આપવી પડશે અને આ બન્ને વાત અત્યાર પૂરતી જ નહીં, લાઇફટાઇમ માટે યાદ રાખવી પડશે. હવે હેલ્થની બાબતમાં સજાગ રહેવું અને જાગૃતિ રાખવી જ બેસ્ટ છે. કોવિડની મહામારી આપણે જોઈ લીધી, આ વાઇરસ સાથે રહેવાનું છે અને એ વાઇરસને સાથે રહીને હરાવવાનો છે તો આપણે શું કામ હવે તંદુરસ્ત લાઇફસ્ટાઇલ ન અપનાવીએ?’ સવારે છ વાગ્યે જાગવું અને રાતે દસ વાગ્યે સૂઈ જવું એ જ બહેતર લાઇફસ્ટાઇલ કહેવાય એવું પણ ગ્રેસીએ કહ્યું હતું.

television news indian television entertainment news