નસીબદાર છીએ કે ‘ખતરોં કે ખિલાડી 11’ આડે કોઈ અડચણ ન આવી : રોહિત શેટ્ટી

22 June, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ગર્વ સાથે કહી શકું છું કે આ વખતે આ શો નેક્સ્ટ લેવેલ પર પહોંચી ગયો છે. શોના સાહસને તમારા સાથે શૅર કરવા માટે આતુર છું. કેપ ટાઉનમાંથી નીકળીને મુંબઈ આવી રહ્યો છું. ‘ખતરોં કે ખિલાડી 11’ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

નસીબદાર છીએ કે ‘ખતરોં કે ખિલાડી 11’ આડે કોઈ અડચણ ન આવી : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીને એ વાતની નિરાંત છે કે ‘ખતરોં કે ખિલાડી 11’ કોઈ પણ પ્રકારની બાધા વગર પૂરું થઈ ગયું છે. આ શોનું શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં કરવામાં આવ્યું છે. આ શોમાં શ્વેતા તિવારી, અર્જુન બિજલાની, રાહુલ વૈદ્ય, દિવ્યાંકા ત્રિપાઠી, અભિનવ શુક્લા, આસ્થા ગિલ, સૌરભ રાજ જૈન, મહેક ચહલ, અનુષ્કા સેન, સના મકબુલ, નિક્કી તંબોલી, વિશાલ આદિત્ય સિંહ અને વરુણ સૂદે ભાગ લીધો હતો. આ શોને રોહિતે હોસ્ટ કર્યો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી હતી કે ‘૪૨ દિવસનું ક્રેઝી અને ઍક્શનથી ભરપૂર શોનું શૂટિંગ આખરે પૂરું થઈ ગયું છે. આ વખતની સીઝન એક્સ્ટ્રા સ્પેશ્યલ છે. આખું વિશ્વ જ્યારે ભયના ઓથાર હેઠળ છે, આ શોમાં જોડાયેલા દરેક સદસ્યએ, કલર્સની ટીમે, સ્ટન્ટ ટીમે અને કન્ટેસ્ટન્ટ્સે અસાધારણ હિમ્મત અને સમર્પણ દેખાડીને કોઈ પણ પ્રકારની અડચણ વગર આ સીઝનને બનાવવામાં મદદ કરી છે. હું ખરેખર નસીબદાર છું અને ભગવાનનો તથા યુનિવર્સનો આભાર માનું છું કે આ સીઝનમાં કોઈ બાધા નથી આવી. હું ગર્વ સાથે કહી શકું છું કે આ વખતે આ શો નેક્સ્ટ લેવેલ પર પહોંચી ગયો છે. શોના સાહસને તમારા સાથે શૅર કરવા માટે આતુર છું. કેપ ટાઉનમાંથી નીકળીને મુંબઈ આવી રહ્યો છું. ‘ખતરોં કે ખિલાડી 11’ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.’ 

television news indian television entertainment news rohit shetty khatron ke khiladi