KBC 11માં કરાવવુ છે રજીસ્ટ્રેશન તો આપો આ પ્રશ્નનો જવાબ

11 May, 2019 06:30 PM IST  | 

KBC 11માં કરાવવુ છે રજીસ્ટ્રેશન તો આપો આ પ્રશ્નનો જવાબ

અમિતાભ બચ્ચન પૂછશે તમને રજીસ્ટ્રેશન પ્રશ્ન

કોન બનેગા કરોડપતિ સીઝન 11ના રજીસ્ટ્રેશન માટે શરુ થઈ ગયું છે. આ રજીસ્ટ્રેશન માટે 10મો સવાલ પૂછ્યો હતો. જો તમને 10માં પ્રશ્નનો જવાબ ખબર હોય તો પ્રશ્નના જવાબ 11મે રાત્રે 9:00 વાગ્યા સુધી મોકલો અને તમે KBCના આગલા પ્રતિયોગી બની શકો છો. કેબીસીના પ્રતિયોગી બનવા માટે તમે 15મે સુધી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ દરમિયાન તમને રોજ એક પ્રશ્ન પુછવામાં આવી શકે છે.

અમિતાભ બચ્ચન દરરોજ રાત્રે 9 વાગે પ્રશ્ન પુછે છે

બિગ બી અમિતાભ બચ્ચન દ્વારા રોજ રાત્રે 9:00 વાગ્યે સોની ટીવી પર પ્રશ્ન પૂછવામાં આવે છે આ સાથે જ તેને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવે છે જેમા કઈ રીતે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેની માહિતી આપવામાં આવે છે.

કોન બનેગા કરોડપતિ-11નો 10મો પ્રશ્ન

આમાંથી કઈ રમત કૃતિ સેનન અને કાર્તિક આર્યનની એક ફિલ્મનું ટાઈટલ પણ છે ?

a) લુકા-છુપી
b) સાપ સીડી
c) ચોર સિપાહી
d) ગિલી ડંડા

આ પણ વાંચો: ક્રીએટિવ કામ સતત મળતું રહેવું જોઈએ: અમિતાભ બચ્ચન

કઈ રીતે આપશો પ્રશ્નનો જવાબ ?

જો તમે આ પ્રશ્નનો સાચો જવાબ જાણતા હોય અને કેબીસીની 11મી સીઝન માટે રજીસ્ટ્રેશનકરાવવા ઈચ્છતા હોય તે મેસેજ બોક્સમાં KBC(સ્પેસ) સાચો જવાબ (A,B,C કે D) (સ્પેસ)ઉમર(સ્પેસ) આપનું ઝેન્ડર(મેલ,ફિમેલ, અધર) લખીને 509093 પર લખીને મોકલી આપો. આ સિવાય sonyliv એપ ફોર્મ ભરીને કે IVR અને SMS દ્વારા ઓફલાઈન રજીસ્ટર કરી શકો છો.

kaun banega crorepati amitabh bachchan