Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રીએટિવ કામ સતત મળતું રહેવું જોઈએ: અમિતાભ બચ્ચન

ક્રીએટિવ કામ સતત મળતું રહેવું જોઈએ: અમિતાભ બચ્ચન

11 May, 2019 08:40 AM IST | મુંબઈ

ક્રીએટિવ કામ સતત મળતું રહેવું જોઈએ: અમિતાભ બચ્ચન

 ક્રીએટિવ કામ સતત મળતું રહેવું જોઈએ: અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમને ક્રીએટિવ કામ સતત મળતું રહેવું જોઈએ. અમિતાભ બચ્ચન સતત કામમાં રચ્યાપચ્યા રહે છે. તેમણે એક જ દિવસમાં અનેક કામ કર્યાં હતાં. એ તમામની માહિતી ટ્‍‍વિટર પર આપતાં અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘કામ પૂરું કરીને પાછો આવ્યો છું. ત્રણ અલગ-અલગ શૂટ કર્યાં. બે ફોટોશૂટ અને એક પ્રોસ્થેટિક મેકઅપ ટેસ્ટ. આ બધું એક જ દિવસમાં. ક્રીએટિવ કામ સતત મળવું જોઈએ, એ કદી પણ બંધ ન થવું જોઈએ.’

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન જોવા મળશે. ઇમરાન હાશમી સાથે સાઇકોલૉજિકલ થ્રિલરમાં પણ અમિતાભ બચ્ચન કામ કરી રહ્યા છે. પોતાની આગામી ફિલ્મની માહિતી આપતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘હું શૂજિત સરકારની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છું. રૂમી જાફરી સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છું. એના માટે ઘણાં વર્ષો પહેલાં જ કમિટમેન્ટ કર્યું હતું. જે શબ્દો આપવામાં આવ્યા હતા એના પર અમે ભરોસો રાખીને સાથે કામ કરવા જઈ રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2019 08:40 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK