કરણ ખંડેલવાલનું આ જીન્સ કોણે ડિઝાઇન કર્યું છે?

14 June, 2021 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ તેની ગાર્મેન્ટ કંપનીના મેન્સ વેઅરનું ડિઝાઇનિંગ પણ જુએ છે

કરણ ખંડેલવાલ

ટીવી સ્ટાર કરણ ખંડેલવાલ આમ તો પોતાના શોના શૂટિંગમાં વ્યસ્ત હોય છે પણ એમ છતાં તેની વ્યસ્તતા બીજા કલાકારો કરતાં ડબલ છે અને એનું કારણ છે તેની રેડીમેડ ગાર્મેન્ટની કંપની. હા, કરણ ખંડેલવાલના પપ્પાની વર્ષોથી ગાર્મેન્ટ ફૅક્ટરી છે, જે કેરલા અને તામિલનાડુમાં ટોચની બ્રૅન્ડ છે. કરણ આ કંપની માટે કામ કરે છે અને છેલ્લા દોઢેક વર્ષમાં તો કરણ પર કંપનીની જવાબદારી પણ વધી ગઈ છે. કરણ કહે છે, ‘લૉકડાઉનમાં સ્ટાફ ઓછો થઈ જતાં મારે માર્કેટિંગની સાથોસાથ ડિલિવરી અને પેમેન્ટ રિસીવ કરવા જેવાં કામો પણ કરવા પડ્યાં અને ડિઝાઇનિંગ તો પહેલેથી કરતો જ હતો એટલે એ કામ પણ સાથોસાથ કરવું પડ્યું.’

હા, કરણ તેની ગાર્મેન્ટ કંપનીના મેન્સ વેઅરનું ડિઝાઇનિંગ પણ જુએ છે. બને ત્યાં સુધી તે પોતાની જ કંપનીનાં અને પોતે જ ડિઝાઇન કર્યાં હોય એ જીન્સ પહેરે છે. કરણ કહે છે, ‘આ જ કારણ છે કે જેને લીધે હું સેટ પર પણ બિઝી હોઉં છું. શૉટ પૂરો થાય એટલે તરત હું અમારા આ બિઝનેસ પર લાગી જાઉં.’

entertainment news television news indian television tv show