TMKOCના એક્સ ડિરેક્ટર માલવ રાજદાએ શરૂ કર્યો નવો શૉ, શૅર કર્યો પ્રોમો

26 January, 2023 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

થોડા દિવસો પહેલાં માલવ રાજદાએ કહ્યું હતું કે તેમણે તારક મહેતા શૉને અલવિદા કહી દીધું હતું અને હવે તેણે તેના નવા શૉની જાહેરાત કરી છે

તસવીર સૌજન્ય: માલવ રાજદાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ટીવીના લોકપ્રિય સિટકોમ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ચાહકો માટે રોમાંચક સમાચાર છે. ખરેખર, શૉના ભૂતપૂર્વ દિગ્દર્શક માલવ રાજદા (Malav Rajda)એ પોતાના એક નવા કૉમેડી શૉની જાહેરાત કરી છે. આ શૉનું નામ છે `પ્રોફેસર પાંડે કે પાંચ પરિવાર` (Professor Pandey Ke Paanch Parivar). નામ સૂચવે છે તેમ, તે ટૂંક સમયમાં દર્શકોમાં હિટ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૉમાં બતાવવામાં આવેલી પરિવારની તોફાની વાતો અને મીઠો ઝઘડો દર્શકોને ખૂબ રોમાંચ આપશે.

થોડા દિવસો પહેલાં માલવ રાજદાએ કહ્યું હતું કે તેમણે તારક મહેતા શૉને અલવિદા કહી દીધું હતું અને હવે તેણે તેના નવા શૉની જાહેરાત કરી છે. માલવ રાજદાએ ‘પ્રોફેસર પાંડે કે પાંચ પરિવાર’નો પ્રોમો પણ શૅર કર્યો છે.

રસપ્રદ પ્રોમો

પ્રોમોમાં એક ખૂબ જ રસપ્રદ કિસ્સો બતાવવામાં આવ્યો છે. નંદુ (સંદીપ આનંદ) તેના સ્કૂટર પર સવારે કામ પર જતો હતો, ત્યારે તેના પરિવારના સભ્યો તેને અધવચ્ચે ક્યાંક મૂકવા વિનંતી કરે છે. નંદુ કહે છે કે તે મૂકી તો જશે, પણ એક સ્કૂટર પર આટલા બધા લોકો કેવી રીતે આવશે. બસ, પછી શું, નંદુની પત્ની સ્કૂટર સ્ટાર્ટ કરીને નીકળી જાય છે અને નંદુ ત્યાં જ ઊભો રહે છે. નંદુનું સ્કૂટર જોઈને તમને ભિડેનું સ્કૂટર ચોક્કસ યાદ આવશે.

પ્રોમો શૅર કરતી વખતે માલવે કેપ્શનમાં લખ્યું કે “છેલ્લા 14 વર્ષથી રાત્રે 8.30 વાગે તે દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે અને તે આ વાતને ચાલુ રાખવા માગે છે. તે દંગલ 2 ચેનલ પર એક નવો શૉ લઈને આવી રહ્યો છે જે તારક મહેતાના શૉ સમયે આવશે. પરિવારની વાર્તા ખૂબ જ રસપ્રદ છે જે તમારા હસવા પર મજબૂર કરી દેશે અને તમને રોલરકોસ્ટર રાઈડ પર લઈ જશે.

આ પણ વાંચો: TMKOC: હવે આ અભિનેત્રી ભજવશે બાવરીનું પાત્ર, જુઓ બાઘા-બાવરીની નવી જોડી

સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં સંદીપ આનંદની સાથે જય પાઠક, સોનુ ચંદ્રપાલ, જયશ્રી સોની, સોનિયા કૌર, મધુશ્રી શર્મા અને પ્રભ કૌર જોવા મળશે. ગયા વર્ષે માલવ રાજદાએ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ને અલવિદા કહ્યું હતું. માલવે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 14 વર્ષમાં પોતાને આગળ વધતો જોઈ શક્યો નથી. વિકાસ માટે પરિવર્તન જરૂરી છે. હવે તે તારક મહેતાને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા પણ સક્ષમ નથી, તેથી તેણે દિગ્દર્શક તરીકે શૉને અલવિદા કરવાનું યોગ્ય માન્યું છે."

entertainment news television news taarak mehta ka ooltah chashmah