બબીતાજીએ બીગ બૉસ શો માટે કહ્યું આ...

30 October, 2020 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બબીતાજીએ બીગ બૉસ શો માટે કહ્યું આ...

ફાઈલ ફોટો

બિગ બોસ (Bigg Boss 14) શોના ફૅન્સ અને આ શોના હેટર્સ એકબીજાને સોશિયલ મીડિયામાં  મોટેભાગે ટ્રોલ કરતા જ હોય છે.

હવે આ બાબતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (TMKOC)ની બબીતા જી પણ મેદાને આવી છે. બબીતા જી એટલે કે મુનમુન દત્તાનું એક ટ્વીટ સામે આવ્યું છે. જેમાં તે બિગ બોસ હેટર્સને મેસેજ આપતી જોવા મળી છે. તેની પોસ્ટમાં, તે કહેતી જોવા મળી હતી કે જો તમારે આ શો ના જોવો હોય તો ન જુઓ, પરંતુ બીજાને જજ ન કરો.

મુનમુન દત્તાએ તેની પોસ્ટમાં લખ્યું- ‘હું એ લોકોને કહેવા માગુ છું કે જે બિગ બોસ નથી જોતા. આ જજમેન્ટલ એટીટ્યૂડ શું છે ભાઈ? તેને એક બાજુ જ રહેવા દો. તમને એવું કેમ લાગે છે કે જો તમે આ શો નથી જોતાં તો એનો મતલબ એ એવો તો નથી કે આ શો જોનારા બધા ખરાબ અને તમે સારા. તમે આ શો જોતા નથી તો એ તમારી પસંદગી છે. હું અને બાકીના લોકો જુએ છે તો એ અમારી પસંદગી છે. અહીં એ સાબિત કરવાનો પ્રયાસ ન કરો કે તમે મહાન બનો છો. તે એક હાસ્યાસ્પદ છે. #BB14’

taarak mehta ka ooltah chashmah bigg boss 14 twitter television news