‘બિગ બૉસ 16’માં અબ્દુ રોઝિકની એક્ઝિટ

11 January, 2023 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હવે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં પણ જોવા મળશે.

અબ્દુ રોઝિક

‘બિગ બૉસ 16’માં અબ્દુ રોઝિકની હવે એક્ઝિટ થવા જઈ રહી છે. અગાઉ પણ થોડા દિવસ માટે તે ‘બિગ બૉસ’ના ઘરની બહાર આવ્યો હતો. તેને એક ગેમની ઑફર મળી હતી અને એ માટે તેની ઍક્શન શૂટ કરવી જરૂરી હોવાથી તે ઘરની બહાર આવ્યો હતો. જોકે એ પૂરી કરીને તેની ઘરમાં ફરી એન્ટ્રી થઈ હતી અને હવે તે આ શોને કાયમ માટે છોડીને જવાનો હોવાની વાતો ચાલી રહી છે. આ શોને લંબાવવામાં આવ્યો હતો. અબ્દુએ અગાઉ જે કમિટમેન્ટ કર્યાં હતાં એને ધ્યાનમાં રાખીને તે હવે આ શોમાંથી બહાર જઈ રહ્યો છે. આ માટે તેને એક ખાસ વ્યક્તિ ઘરમાં લેવા આવશે અને તેને ઘરમાંથી બહાર લઈ જશે. અબ્દુની આ એક્ઝિટ છે. તે હવે સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં પણ જોવા મળશે.

television news indian television colors tv entertainment news Salman Khan Bigg Boss