રીના કપૂરના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે?

23 June, 2021 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં બ્રશ અને પછી યોગ એ બન્ને પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એ કોઈ સાથે વાત પણ નથી કરતી

રીના કપૂરના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે?

ટીવી-ઇન્ડસ્ટ્રીની જાણીતી ઍક્ટ્રેસ રીના કપૂરની લાઇફમાં યોગનું ઇમ્પોર્ટન્સ એ લેવલ પર છે કે તે બીમાર હોય તો પણ યોગથી દૂર રહેતી નથી. રીના કહે છે, ‘આમ તો હું બીમાર પડતી નથી અને એનો જશ પણ યોગને જ જાય છે. હું લગભગ સાતેક વર્ષથી યોગ કરું છું, પણ હવે મને એવી આદત પડી ગઈ છે કે યોગ કરતાં પહેલાં હું કોઈ સાથે વાત પણ નથી કરતી. મારાં બે રૂટીન છે. જાગીને સૌથી પહેલાં બ્રશ કરવાનું અને એ પછી યોગ, ત્યાર પછી જ મારો મૂડ આવે.’
રીનાએ જ્યારે પણ અને જ્યાં પણ શૂટિંગ કર્યાં છે ત્યાં તેણે યુનિટને પણ યોગ તરફ વાળ્યા છે. રીના હસતાં-હસતાં કહે છે, ‘મેં ઓછામાં ઓછા ૫૦૦ લોકોને યોગ તરફ વાળ્યા હશે. મને લાગે છે કે યોગ તરફ વાળવા એ પણ એક પ્રકારની સમાજસેવા જ છે.’

entertainment news television news indian television