‘ખતરોં કે ખિલાડી’ માટે કોઈ ટ્યુશન ક્લાસ નથી!

22 June, 2021 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિનવ શુક્લાનું માનવું છે કે સ્ટન્ટ-બેઝ્‍ડ શોમાં માઇન્ડ જ સૌથી પાવરફુલ ટૂલ છે

અભિનવ શુક્લા

અભિનવ શુક્લા ‘ખતરોં કે ખિલાડી’ની ૧૧મી સીઝનમાં મજબૂત દાવેદાર ગણાય છે. કેટલાક કન્ટેસ્ટન્ટ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમને આ શો માટે પૂરતી તૈયારી કરવાનો સમય નથી મળ્યો, પણ અભિનવ શુક્લા આ વાતથી સહમત નથી. તેનું માનવું છે કે આ શો માટે કોઈ ટ્યુશન ક્લાસિસ નથી. અભિનવ કહે છે, ‘હું તો આખી જિંદગી પોતાને તૈયાર કરતો આવ્યો છું. મને નથી લાગતું કે એક-બે મહિના જિમ બંધ હોય તો તમારી તૈયારીમાં કચાશ આવે. મારા મતે ‘ખતરોં કે ખિલાડી’ જેવા શો માટે તમારું માઇન્ડ જ સૌથી પાવરફુલ ટૂલ છે. એને તમે અમુક અઠવાડિયાંમાં ટ્રેઇન ન કરી શકો.’
અભિનવ શુક્લા ઊંચાઈવાળા સ્ટન્ટ કરવા માટે એક્સાઇટેડ છે, કેમ કે એ તેને એડ્રનેલિન રશ આપે છે. પર્ફોર્મન્સ બાબતે અભિનવનું માનવું છે કે પરિસ્થિતિ ગમે તે હોય, પણ એ સમયે તમે કેવી રીતે માઇન્ડ પર કન્ટ્રોલ રાખીને સ્ટન્ટ કરો છો એ મહત્ત્વનું છે. 
ઉલ્લેખનીય છે કે ‘ખતરોં કે ખિલાડી’ પહેલાં અભિનવ શુક્લા ‘બિગ બૉસ’નો પણ ભાગ હતો અને તેના બિગ બૉસ હાઉસના સાથીદારો રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી પણ ‘ખતરોં કે ખિલાડી’ના સ્પર્ધક છે ત્યારે તેમનું હૅપી રીયુનિયન થયું છે એમ અભિનવનું કહેવું છે.

khatron ke khiladi entertainment news indian television television news