‘સાથ નિભાના સાથિયા 2’નું શૂટિ‍ંગ અચાનક સ્ટૉપ

08 April, 2021 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિરિયલની ઍક્ટ્રેસ આકાંક્ષા જુનેજાએ કહ્યું કે ક્યારે શૂટિંગ શરૂ કરીશું એની અમને ખબર જ નથી!

સાથ નિભાના સાથિયા 2

અત્યારે કોરોનાના કારણે હાલત બદથી બદતર થઈ રહી છે ત્યારે સરકારે ગુજરાતનાં પણ ૨૦ શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદી દીધો છે. મુંબઈમાં વીક-એન્ડ લૉકડાઉન જાહેર થઈ ચૂક્યું છે અને ટીવી તથા ફિલ્મ કલાકારોને પણ કોરોના થઈ રહ્યો છે. શનિ-રવિ તો તમામ પ્રકારનાં શૂટિંગ બંધ રહેશે જ એ તમામ પ્રોડક્શન-હાઉસ સમજી ચૂક્યાં છે, પરંતુ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા 2’નું શૂટિંગ એ પહેલાં અચાનક જ અટકી ગયું છે.
શોમાં કનક દેસાઈનું પાત્ર ભજવતી ઍક્ટ્રેસ આકાંક્ષા જુનેજાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘શહેરમાં અચાનક આ શું થઈ રહ્યું છે? શનિ-રવિ લૉકડાઉન હોવાથી અમે એક્સ્ટ્રા શૂટિંગ કરી રહ્યા હતા. અમે શુક્રવાર સુધીની બૅન્ક તૈયાર કરી રહ્યા હતા ત્યાં અચાનક જાણવા મળ્યું કે શહેરમાં શટડાઉન થઈ રહ્યું છે. અમે એકબીજા સાથે કંઈ ચર્ચા કરીએ એ પહેલાં જાણવા મળ્યું કે કાલથી શૂટિંગ નથી કરવાનું! અને ક્યારે શરૂ કરવાનું છે એની અમને ખબર નથી. આ જાણ કર્યા વિનાનું લૉકડાઉન છે. પ્રોડક્શન-હાઉસે કહ્યું છે કે તેઓ કંઈ અપડેટ હશે ત્યારે જણાવશે. અમને જાણવા મળ્યું છે કે શહેરના અન્ય વિસ્તાર પણ લૉકડાઉન કરાયા છે. હું શૉકમાં છું. અમારું શૂટિંગ શરૂ થયે હજી તો ૬ મહિના જ થયા હતા.’

nirali dave television news indian television entertainment news