ગેરસમજ અને ખોટી ધારણાનું રિઝલ્ટ એટલે ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’

15 May, 2021 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રની બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ જીતી ચૂકેલી મધુરા વેલણકર કહે છે કે આ વેબ-સિરીઝ જોવી અનિવાર્ય છે

ગેરસમજ અને ખોટી ધારણાનું રિઝલ્ટ એટલે ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’

ડિઝની પ્લસ હૉટસ્ટાર માટે તૈયાર થયેલી વેબ-સિરીઝ ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’ની લીડ એક્ટ્રેસ મધુરા વેલણકર કહે છે કે આ વેબ-સિરીઝ સૌકોઈ માટે જોવી અનિવાર્ય છે. એક નાનકડી ગેરસમજણ અને એને લીધે ઊભી થતી ખોટી ધારણાથી કેવું પરિણામ આવે છે એની વાત ‘ક્રાઇમ નેક્સ્ટ ડોર’માં કરવામાં આવી છે. મરાઠી ફિલ્મોમાં મધુરા એક રિસ્પેક્ટેબલ નામ છે. મધુરા અત્યાર સુધી મહારાષ્ટ્ર સ્ટેટના બેસ્ટ ઍક્ટ્રેસ તરીકેના ચાર અવૉર્ડ જીતી છે. મધુરા કહે છે, ‘મેં ધાર્યું નહોતું કે વેબ-સિરીઝને આટલો સરસ રિસ્પૉન્સ મળશે. જે પ્રકારે વેબ-સિરીઝને રિસ્પૉન્સ મળ્યો છે એ જોતાં હું કહીશ કે હવેનું ફ્યુચર ડિજિટલ પ્લૅટફૉર્મ છે. લોકોને સીધી અસર કરે અને લોકોની લાઇફ સાથે સ્પર્શતા હોય એવા સબ્જેક્ટ્સ પર વેબ-સિરીઝની ડિમાન્ડ વધશે અને એવી જ વેબ-સિરીઝ આપણે ત્યાં પૉપ્યુલર થશે. લાર્જર ધૅન લાઇફ કહેવાય એવા સબ્જેક્ટ્સની વેબ-સિરીઝની પણ એક અલગ સ્પેસ ઊભી થશે, પણ રિયલિસ્ટિક વેબ-સિરીઝનું ચલણ વધારે વધશે.’
મધુરા હવે નેટફ્લિક્સની નવી વેબ-સિરીઝ માટે કામ કરે છે, જેમાં સાઉથની પ્રિયામણિ પણ તેની સાથે છે.

entertainment news television news indian television