17 April, 2023 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ કપિલ શર્મા શો’ પર પડી જશે પડદો?
કપિલ શર્મા દ્વારા હોસ્ટ કરવામાં આવતો ‘ધ કપિલ શર્મા શો’ થોડા સમય સુધી બંધ કરવામાં આવે એવી ચર્ચા છે. આ શોમાં મેકર્સ દ્વારા ઘણા બદલાવ પણ કરવામાં આવ્યા છે. શો બંધ થવાનો છે એ વિશે હજી સુધી કપિલ શર્મા તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી અપાઈ. એવું જાણવા મળ્યું છે કે જૂનમાં એનો ફાઇનલ શો ટેલિકાસ્ટ કરવામાં આવશે. કપિલ શર્મા વિદેશની ટૂર પર જવાનો છે. એથી ઍડ્વાન્સમાં શોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. ‘ધ કપિલ શર્મા શો’ ૨૦૧૬માં શરૂ થયો હતો. સોની ટીવી પર દર શનિવારે અને રવિવારે રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. આ શો લોકોને હસાવે છે અને ઍક્ટર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પણ આ શોમાં પહોંચે છે. શોને થોડા સમય માટે બંધ રાખવાથી કલાકારોને બ્રેક મળે છે. સાથે જ મેકર્સ કંઈક નવું પણ એમાં ઉમેરે છે. હવે આ બ્રેક કેટલા સમયનો હશે અને ક્યારે કપિલ શર્મા આ શોને લઈને પાછો આવશે એ વિશે ચોક્કસ માહિતી નથી મળી.