બ્રિટિશ ડ્રામા સિરીઝ ‘ગિલ્ટ’ આવશે હિન્દીમાં

04 August, 2021 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જયદીપ અહલાવત અને મોહમ્મદ ઝિશાન ઐયુબનો આ શો શાદ અલી ડિરેક્ટ કરશે

બ્રિટિશ ડ્રામા સિરીઝ ‘ગિલ્ટ’ આવશે હિન્દીમાં

બ્રિટિશ મિસ્ટરી થ્રિલર ‘ગિલ્ટ’ હિન્દીમાં અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ હવે બીબીસી સ્ટુડિયો ઇન્ડિયા સાથે મળીને બનાવી રહ્યું છે. આ શોનું નામ હજી સુધી રાખવામાં નથી આવ્યું, પરંતુ એને શાદ અલી ડિરેક્ટ કરશે. આ શોમાં જયદીપ અહલાવત અને મોહમ્મદ ઝિશાન ઐયુબ લીડ રોલમાં જોવા મળશે. આ શોની સ્ટોરી બે ભાઈઓ વચ્ચેની છે, જેઓ ટ્રૅજેડીને લીધે અલગ થઈ ગયા છે, પરંતુ ગિલ્ટને કારણે ફરી સાથે થાય છે. ઇન્ડિયન સ્ટોરીમાં જગ્ગી અને દલજિતની વાત કરવામાં આવી છે. મોટો ભાઈ જગ્ગી ખૂબ જ પૈસાદાર હોય છે અને તેની લાઇફ પર્ફેક્ટ હોય છે. યુવાન ભાઈ દલજિત વિન્ટેજ બુક શૉપ-કમ-કૅફે ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમની સાથે આ શોમાં ટીના દેસાઈ, શ્રુતિ સેઠ, માયા અલઘ, મુગ્ધા ગોડસે અને સતીશ કૌશિક પણ જોવા મળશે. આ વિશે શાદ અલીએ કહ્યું કે ‘અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ સાથે ફરી ‘ગિલ્ટ’ દ્વારા સાથે કામ કરવાની ખુશી છે. આ ખૂબ અદ્ભુત સ્ટોરી અને ટૅલન્ટેડ એક્ટર્સનો સમન્વય છે. અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ વધુ એક ગ્લોબલ ફૉર્મેટ ઇન્ડિયા લઈને આવી રહ્યું છે, જેમાં બ્રધરહૂડ, શંકા અને પસંદગીને કારણે જે સંયોગ ઊભા થાય છે એ વિશે વાત કરવામાં આવી છે. મને ખાતરી છે કે આ શો દર્શકોને ખૂબ ગમશે.’

television news indian television entertainment news