અનુશા મિશ્રા લઈને આવશે 'કુછ સ્માઇલ્સ હો જાએ...વિથ આલિયા'

14 May, 2020 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુશા મિશ્રા લઈને આવશે 'કુછ સ્માઇલ્સ હો જાએ...વિથ આલિયા'

અનુશા મિશ્રા

‘તેરા ક્યા હોગા આલિયા’ની અનુશા મિશ્રા નવો શો ‘કુછ સ્માઇલ્સ હો જાએ... વિથ આલિયા’ લઈને આવવાની છે. આ શોમાં અનેક કલાકારો જોડાવાના છે જેમને ચૅલેન્જિંગ ટાસ્ક્સ કરવાના રહેશે. આ શો સબ ટીવી પર 18 મે સોમવારથી શુક્રવારે રાતે 9 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શો માટે અનુશાએ ઘરે જ પોતાના મોબાઇલથી શૂટ કર્યું હતું. એ વિશે અનુશાએ કહ્યું હતું કે ‘વર્તમાન સમય માટે આ એક મનોરંજક કન્સેપ્ટ છે. આ પહેલી વખત થયું છે જ્યારે હું મોબાઇલ ફોન પર શોનું શૂટિંગ કરી રહી છું. એથી હું પૂરી પ્રોડક્શન ટીમનું કામ કરી રહી છું. મારા માટે આ એક નવો અનુભવ છે. હું મારા કો-હોસ્ટ બલરાજ સાથે કામ કરવા માટે એક્સાઇટેડ છું. લોકોને મનોરંજન આપવા માટે પણ ખૂબ ઉત્સાહિત છું. આશા રાખું છું કે એ 12 મિનિટની અંદર દર્શકોના જીવનમાં ખૂબ ખુશી લાવી શકીશ.’

entertainment news sab tv television news indian television lockdown