23 November, 2021 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણી એવી ભરણી
તેજસ્વી પ્રકાશને હાલમાં જ ‘બિગ બૉસ 15’માં મીડિયા દ્વારા ખૂબ જ આકરા સવાલો કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને સોશ્યલ મીડિયા પર જેવી કરણી એવી ભરણી કહેવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે ડોનલ બિશ્ત જ્યારે ઘરમાં હતી ત્યારે તે ખૂબ જ શાંતિથી કિચન વિશે ચર્ચા કરી રહી હતી. આ સમયે તેજસ્વીએ તેની સાથે ખૂબ જ ગંદી રીતે વાત કરી હતી. ત્યારે ડોનલ રડી પડી હતી. તે ઘરની બહાર નીકળી ગઈ છે. જોકે થોડા દિવસ પહેલાં તેજસ્વી સાથે એવી જ ઘટના થઈ હતી. તેજસ્વી કિચનમાં હતી ત્યારે પ્રતીક સહજપાલ અને નિશાંત પણ ત્યાં હતા. પ્રતીક અને નિશાંત શાંતિથી વાત કરી રહ્યા હતા, પરંતુ તેજસ્વીએ તેમને ઇગ્નોર કરતાં તેઓ પણ તેની સાથે એ જ ભાષામાં વાત કરી રહ્યા હતા. આથી તેજસ્વી રડી પડી હતી.
‘બિગ બૉસ 15’ના ઘરમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ જ સવાલ તેજસ્વીને કરવામાં આવ્યો હતો કે તે બીજા સાથે કરે તો ચાલે પરંતુ પોતાની સાથે થાય તો તે વુમન કાર્ડનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર પણ તેજસ્વીને ટ્રોલ કરવામાં આવી હતી. યુઝર્સ કહી રહ્યા છે કે જેવી કરણ એવી ભરણી.