જાણો આ અઠવાડિયે કયા શૉ એ ટીઆરપીમાં મારી બાજી

25 June, 2021 02:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ અઠવાડિયામાં ઓરમાક્સ દ્વારા ટીઆરપીની યાદી જારી કરવામાં આવી છે . જાણો આ અઠવાડિયે કયા શૉ ટૉપ ફાઈવમાં છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમ

આ અઠવાડિયામાં ઓરમાક્સ દ્વારા ટીઆરપીની યાદી જારી કરવામાં આવી છે અને આ અઠવાડિયામાં મોટો બદલાવ જોવા મળ્યો છે.  આ વખતે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`એ તમામ ટીવી શોને હરાવીને પ્રથમ ક્રમે પહોંચ્યો છે, જ્યારે અનુપમા પ્રથમ સ્થાન પરથી બીજા નંબર પર આવી ગયો છે.  આ સિવાય લોકપ્રિય ટીવી શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ એ પોતાનું સ્થાન જાળવ્યું છે.

 નાના પડદા પર લોકપ્રિય શૉ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એ છેલ્લા કેટલાય સમયથી ટોપ 10 પોતાનું સ્થાન બનાવી જાળવી રાખ્યું છે. આ વખતે આ શો પ્રથમ નંબર પર છે. જ્યારે રૂપાલી ગાંગુલી, મદલસા શર્મા અને સુધાંશુ પાંડે સ્ટારર શો અનુપમા શરૂઆતથી જ ચર્ચાનો વિષય બન્યો છે. આ અઠવાડિયાની ટીઆરપી યાદીમાં અનુપમા બીજા નંબરે છે.  જોકે આ શૉ ને શરૂઆતથી જ પ્રેક્ષકોનો અપાર પ્રેમ મળ્યો છે.

ટીઆરપી લીસ્ટમાં પહેલા બે ક્રમાંક પર ફિક્શન શૉ છે તો ત્રીજા નંબર રિયાલિટી શૉ એ બાજી મારી છે. ત્રીજા નંબર પર ડાન્સ આધારિત શૉ `સુપર ડાન્સ ચેપ્ટર 4 ` એ દર્શકોમાં પોતાની જગ્યા બનાવી છે અને ત્રીજી નંબર પર સ્થાન મેળવ્યું છે.  તો ચોથા નંબર પર પણ રિયાલિટી શૉ એ જ પોતાની જગ્યા બનાવી છે.  ભલે કેટલાક કારણોને લીધા વિવાદમાં રહેતો હોય પણ પોતાના સંગીતથી દર્શકોના દીલ જીતનાર `ઈન્ડિયન આઈડલ 14`  શૉ ચોથા નંબર છે. જ્યારે પાંચમાં નંબર પર `યે રિશ્તા ક્યા કહેલાતા હૈ` પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 

ટીઆરપીમાં ટૉપ ફાઈવ શૉ

1. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
2.અનુપમા
3.સુપર ડાન્સ ચેપ્ટર 4
4.ઈન્ડિયન આઈડલ
5. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ  

    

television news indian television entertainment news tarak mehta ka ulta chashma