જાણો સમર વેકેશનમાં શું કરે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપૂ અને ગોગી

11 May, 2019 09:07 PM IST  | 

જાણો સમર વેકેશનમાં શું કરે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપૂ અને ગોગી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દેશભરમાં લોકોના મનમાં અનોખી જગ્યા બનાવી લીધી છે. દયા ભાભી ફેમ દિશા વાકાણીને લઈને છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા કા ચશ્મા ચર્ચાઓમાં છે. આ બધા વચ્ચે પણ શૉ લોકોને હસાવવાનું ભુલ્યા નથી. સમર વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે તારક મહેતાના ટપૂ અને ગોગીએ શૅર કર્યું હતુ કે તેઓ ગરમીથી કઈ રીતે બચે છે અને સમર વેકેશનમાં ટાઈમ કઈ રીતે સ્પેન્ડ કરે છે.

ટપૂ ફેમ રાજ અનડકટ સમર વેકેશન પ્લાન્સ અને ગરમીથી બચવા વિશે કહ્યું હતુ કે, તે ગરમીમાં ભારે જમવાનું ટાળે છે અને સામાન્ય રીતે તે ફ્રૂટ્સ, છાશ, દહી, જ્યૂસ લે ભોજન તરીકે લે છે. જ્યારે સેટ પર હોય છે ગરમીથી બચવા સનસ્ક્રીન લગાવાનું ટાળતો નથી. આ સિવાય જ્યાર તે ઘરે હોય છે ત્યારે તેને વેબ સિરીઝ જોવી ઘણી પસંદ છે.

આ પણ વાંચો: કેરોન પોલાર્ડ છે રોમેન્ટિક પતિ અને પ્રેમાળ પિતા

શૉમાં મસ્તી માટે ફેમસ ગોગી અસલ લાઈફમાં પણ મસ્તી ચૂકતો નથી. ગોગી ગરમીમાં ગરમીને ચેલેન્જ આપે છે અને બહાર જાય છે જેના કારણે ઘરે આવીને ઠંડકનો અનુભવ કરી શકે. ગોગી ફેમ સમય શાહ કહે છે કે, ગરમીમાં વેકેશન દરમિયાન તે જાણી જોઈને બહાર જાય છે ત્યારબાદ ઘરે આવીને એ.સી ચાલુ કરીને ઠંડકનો આનંદ માણે છે.

taarak mehta ka ooltah chashmah television news